Video: કોચીમાં અકસ્મતમાં મોત, ન્યાયની માગ સાથે ભાજપ-સીપીઆઈ(એમ)નો વિરોધ

કેરળના કોચીમાં ચેરાનલ્લૂર પોલીસ સ્ટેશન બહાર ભાજપ અને સીપીઆઈ(એમ)ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી સગીર પુત્રના જીવલેણ કાર અકસ્માતમાં સંડોવાયેલા સહાયક ન્યાયાધીશ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. મૃતકની પુત્રી ભદ્રકીર્તિએ આરોપી ન્યાયાધીશને તેમના પદ પર રહેવાનો અધિકાર ન હોવાનું જણાવી ધરપકડ અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, પોલીસની કાર્યવાહી અંગે વકીલ સાથે ચર્ચા કર્યા બાદ તેમને પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી થયાનો વિશ્વાસ છે. આ મામલે ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ન્યાયિક અધિકારી સામે આગળની કાર્યવાહી માટે જિલ્લા ન્યાયાધીશને ભલામણ મોકલાઈ છે અને હાઈકોર્ટની મંજૂરી પણ માગવામાં આવી છે.








