મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: વડાપ્રધાન મોદી પર ખડગેના નિવેદનને ૬૮ ટકા લોકોએ પદની ગરિમાનું અપમાન ગણાવ્યું

સોર્સ: gstv

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી અંગે 'મેટ્રિઝ' દ્વારા યોજાયેલા દેશવ્યાપી સર્વેમાં મોટા ધડાકા થયા છે. ૨૫ થી ૨૭ ઓક્ટોબર દરમિયાન પાંચ હજારથી વધુ લોકો પર કરાયેલા આ સર્વેમાં ૬૮ ટકા લોકોએ ખડગેના નિવેદનને વડાપ્રધાન પદની ગરિમા વિરુદ્ધ ગણાવ્યું છે, જ્યારે ૭૨ ટકા લોકોએ તેને સનાતન સંસ્કૃતિ અને ભારતીય મૂલ્યોનું અનાદર ગણાવ્યું છે. આ ઉપરાંત ૫૪ ટકા લોકોએ આ નિવેદનને કોંગ્રેસની હતાશા અને વૈચારિક કંગાળતા ગણાવી છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આવા વ્યક્તિગત અને અપમાનજનક નિવેદનબાજીથી કોંગ્રેસની છબીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

આ સમાચાર શેર કરો