મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'વડાપ્રધાનનું મૌન આ મોટા ષડયંત્ર પર મંજૂરીની મહોર', બિહારના નવાદાની ઘટના પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ 

બિહારના નવાદામાં 80 લોકોના ઘર સળગાવવાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. કૃષ્ણાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા

'વડાપ્રધાનનું મૌન આ મોટા ષડયંત્ર પર મંજૂરીની મહોર', બિહારના નવાદાની ઘટના પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ 

બિહારના નવાદામાં 80 લોકોના ઘર સળગાવવાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. કૃષ્ણાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદલિત ટોલામાં 80 ઘરોમાં આગ લગાવવાની ઘટના બાદ વિપક્ષે પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, માયાવતી સહિતના નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે. 

રાહુલ ગાંધીએ પણ ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બિહારના નવાદામાં મહાદલિતોના ઘરને સળગાવી દેવાની ઘટના અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, બિહારમાં બહુજન સાથેના અન્યાયનું ડરામણું ચિત્ર ઉજાગર કરી રહ્યું છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, નવાદામાં મહાદલિતોના ઘરને સળગાવી દેવું, 80થી વધુ પરિવારોના ઘરને નષ્ટ કરી દેવા બિહારમાં બહુજનો વિરૂદ્ધ અન્યાયનું ડરામણું ચિત્ર ઉજાગર કરી રહ્યું છે. પોતાના ઘર-સંપત્તિ ગુમાવી ચુકેલા આ દલિત પરિવારોની ચીસો અને વંચિત સમાજમાં ભીષણ ગોળીબારના પડઘાથી સર્જાયેલો આતંક પણ બિહારની નિંદ્રાધીન સરકારને જગાડવામાં સફળ થઇ શકી નથી."

રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ભાજપ અને NDAના સાથી પક્ષોના નેતૃત્વમાં આવા અરાજકતાવાદી તત્વોને આશ્રય મળે છે - તેઓ ભારતના બહુજનને ડરાવી અને દબાવી દે છે, જેથી તેઓ તેમના સામાજિક અને બંધારણીય અધિકારોની માંગણી પણ કરી શકતા નથી અને વડાપ્રધાનનું મૌન આ મોટા ષડયંત્ર પર મંજૂરીની મહોર છે. બિહાર સરકાર અને રાજ્ય પોલીસે આ શરમજનક અપરાધના તમામ ગુનેગારો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ અને પીડિત પરિવારોને તેમનું પુનર્વસન કરીને સંપૂર્ણ ન્યાય આપવો જોઈએ.

પ્રિયંકા ગાંધીએ કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

 પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક્સ પર લખ્યું, "બિહારના નવાદામાં મહાદલિતોના 80થી વધુ ઘરોને સળગાવવાની ઘટના અત્યંત ભયાનક અને નિંદનીય છે. ડઝનેક રાઉન્ડ ફાયરિંગ કરીને અને લોકોને બેઘર કરીને આટલા મોટા પાયે આતંક મચાવવો. આ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે અને સામાન્ય ગ્રામજનો ભયના છાયામાં જીવવા માટે મજબૂર છે. હું માંગ કરું છું કે આવા અન્યાય કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે અને તમામ પીડિતોનું યોગ્ય પુનર્વસન થાય."

ખડગેએ શું કહ્યું?

મલ્લિકાર્જુન ખડગેએ એક્સ પર લખ્યુ, "બિહારના નવાદામાં મહાદલિત ટોલા પર દબંગોનો આતંક NDAની ડબલ એન્જિન સરકારના જંગલરાજનું વધુ એક પ્રમાણ છે. નિંદનીય છે કે 100 દલિત ઘરમાં આગ લગાવવામાં આવી, ગોળીબાર કરવામાં આવ્યો અને રાતના અંધારામાં ગરીબ પરિવારોનું બધુ છીનવી લેવામાં આવ્યું. ભાજપ અને તેના સહયોગી દળોની દલિતો-વંચિતો પ્રત્યે ઘોર ઉદાસીનતા, ગુનાહિત ઉપેક્ષા અને અસામાજિક તત્વોને ભાર આપવો ચરમ પર છે. વડાપ્રધાન મોદીજી હંમેશાની જેમ મૌન છે, નીતિશજી સત્તાના લોભમાં છે અને NDAની સહયોગી પાર્ટીના મોઢામાં દહીં જામી ગયું છે."

માયાવતીએ પણ ઉઠાવ્યા સવાલ

બસપા પ્રમુખ માયાવતીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. માયાવતીએ X પર પોસ્ટ કરીને કહ્યું, "બિહારના નવાદામાં, ગુંડાઓએ ઘણા ગરીબ દલિતોના ઘરને બાળીને તેમના જીવનને બરબાદ કર્યાની ઘટના ખૂબ જ દુઃખદ અને ગંભીર છે. સરકાર ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની સાથે પીડિતોનું પુનર્વસન કરી નાણાકીય સહાય પણ આપો."

RJDએ શું કહ્યું?

આ ઘટનાને લઇને RJDના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે બિહારમાં દલિતોનું ઘર સળગાવવામાં આવી રહ્યું છે અને સરકાર આરામથી ઊંઘી રહી છે. વિરોધ પક્ષનાનેતા તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં મહાજંગલરાજ કરતા મોટું મહારાક્ષસ રાજ આવી ગયું છે. દલિત ભાઇઓ પર અત્યાચાર કોઇ પણ કિંમત પર સહન નહીં કરી શકાય. દોષિતો પર કડક કાર્યવાહી થવી જોઇએ. બિહાર જે રીતે સળગી રહ્યું છે તેના પર વડાપ્રધાન મોદી અને NDAએ બોલવું જોઇએ.

આ સમાચાર શેર કરો