મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એક મતની કિંમત સમજો! વાજપેયીની સરકાર પડી ગઇ, ડૉ. સીપી જોશી હાર્યા, જર્મનીમાં આવી હિટલરની તાનાશાહી

લોકસભા ચૂંટણી 2024માં 21 રાજ્યની 102 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. લોકશાહીની સૌથી મોટી ગુણવત્તા એ છે કે દરેક વ્ય

એક મતની કિંમત સમજો! વાજપેયીની સરકાર પડી ગઇ, ડૉ. સીપી જોશી હાર્યા, જર્મનીમાં આવી હિટલરની તાનાશાહી

લોકસભા ચૂંટણી 2024માં 21 રાજ્યની 102 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. લોકશાહીની સૌથી મોટી ગુણવત્તા એ છે કે દરેક વ્યક્તિને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ દેશની સરકાર બનાવે છે અને શાસન વ્યવસ્થા સંભાળે છે. ચૂંટણીનો તહેવાર દર પાંચ વર્ષે એક વાર આવે છે. આ ચૂંટણીમાં દરેક વ્યક્તિએ મતદાન કરવું જ જોઇએ.જો કોઈ વ્યક્તિ વિચારે છે કે તેના એક વોટથી શું ફરક પડશે. તે વ્યક્તિને એક મતનું મૂલ્ય સમજાય તેવા અનેક ઉદાહરણો દેશ અને દુનિયામાં છે. તમને યાદ હશે કે એક વોટના કારણે અટલ બિહારી વાજપેયીની સરકાર પડી હતી. માત્ર એક મતથી જીતીને હિટલર નાઝી પાર્ટીનો વડો બન્યો અને બાદમાં જર્મનીનો સરમુખત્યાર બન્યો હતો.એક મતની કિંમતના આવા અનેક ઉદાહરણો છે.

એક મતની કિંમત સમજો

  • વાજપેયીની સરકાર પડી- વર્ષ 1999માં ભારતમાં 303 બેઠકો સાથે NDAની સરકાર બની હતી, ત્યારે અટલ બિહારી વાજપેયી બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. કેટલાક મહિના બાદ AIADMKએ NDAનો સાથે છોડી દીધો હતો ત્યારે વાજપેયી સરકારને સંસદમાં બહુમત સાબિત કરવાનો હતો. વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સરકારના પક્ષમાં 269 મત પડ્યા હતા જ્યારે વિપક્ષમાં 270 મત પડ્યા હતા. 1 મતને કારણે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર પડી ગઇ હતી.
  • ડૉ. સીપી જોશી 1 મતથી હાર્યા- કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સીપી જોશી વર્ષ 2008માં રાજસ્થાનની નાથદ્વારા વિધાનસભા બેઠક પરથી માત્ર એક મતથી ચૂંટણી હારી ગયા હતા. તે સમયે ડૉ. સીપી જોશી મુખ્યમંત્રી બનવાની રેસમાં હતા પરંતુ એક મતથી ચૂંટણી હારવાને કારણે તેમનું સ્વપ્ન અધૂરુ રહી ગયું હતું. મહત્ત્વની વાત આ છે કે ડૉ. સીપી જોશીની માતા, પત્ની અને ડ્રાઇવર મતદાન કરી શક્યા નહતા.

કર્ણાટકમાં એઆર કૃષ્ણામૂર્તી 1 મતથી હાર્યા

વર્ષ 2004માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં JDSના એઆર કૃષ્ણામૂર્તિને 40,751 મત મળ્યા હતા અને કોંગ્રેસના કેઆર ધ્રુવનારાયણને 40752 મત મળ્યા હતા. કૃષ્ણામૂર્તિ માત્ર એક મતથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા કૃષ્ણામૂર્તિના ડ્રાઇવરને રજા મળી નહતી જેને કારણે તેમનો ડ્રાઇવર મત આપી શક્યો નહતો. ડ્રાઇવરના મત ના આપવાને કારણે કૃષ્ણામૂર્તિ ચૂંટણી હારી ગયા હતા.

વર્તમાન ધારાસભ્ય 3 મતથી હાર્યા

વર્ષ 2018માં મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં તુઇવાવલ વિધાનસભા બેઠક પર મિઝોરમ નેશનલ ફ્રંટ (MNF)ના લાલચંદામા રાલ્તે સામે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય આરએલ પિયાનમાવિયાએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં પિયાનમાવિયા માત્ર 3 મતથી ચૂંટણી હારી ગયા હતા.

એક મતથી જીતીને હિટલર જર્મનીનો શાસક બન્યો

વર્ષ 1921માં એડોલ્ફ હિટલર નેશનલ સોશિયલિસ્ટ જર્મન વર્કસ (નાઝી) પાર્ટીનો નેતા બન્યો હતો. વર્ષ 1923માં લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયા હેઠળ 1 મતથી જીતીને નાઝી પાર્ટીનો પ્રમુખ બન્યો હતો. કેટલાક વર્ષો બાદ હિટલરે જર્મનીની સત્તા પર કબ્જો કરી લીધો હતો. વર્ષ 1933થી લઇને 1945 સુધી હિટલરે જર્મની પર શાસન કર્યું હતું.

એક મતથી રાજાશાહીનો આવ્યો અંત

વર્ષ 1875માં એક મતને કારણે ફ્રાંસમાં સત્તાનું સ્વરૂપ બદલાયું હતું. સત્તાની સિસ્ટમ બદલવા માટે ચૂંટણી પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. માત્ર એક મતને કારણે રાજાશાહી સમાપ્ત થઇ હતી અને લોકશાહીનો પ્રારંભ થયો હતો. જો એક મત ઓછો પડી જાત તો ફ્રાંસમાં અત્યાર સુધી રાજાશાહી જ ચાલતી હોત.

આ સમાચાર શેર કરો