મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એક મેસેજ અને રાતોરાત અબજોપતિ બની ગયો ખેડૂત, બંધ ખાતામાં અચાનક જમા થયા અબજો રૂપિયા

જો કોઈ વ્યક્તિના ખાતામાં 99 અબજ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે તો કદાચ મગજ કામ કરવાનું બંધ કરી દે, ક

એક મેસેજ અને રાતોરાત અબજોપતિ બની ગયો ખેડૂત, બંધ ખાતામાં અચાનક જમા થયા અબજો રૂપિયા

જો કોઈ વ્યક્તિના ખાતામાં 99 અબજ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે તો કદાચ મગજ કામ કરવાનું બંધ કરી દે, કારણ કે કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ ખુશીનું વાતાવરણ હશે. ટેક્નોલોજીના જમાનામાં કેટલીક ભૂલના કારણે કેટલીકવાર મોટી રકમ અચાનક બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે, જેના કારણે દરેકને આશ્ચર્ય થાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂત રાતોરાત અબજોપતિ બની ગયો.

મોબાઈલ મેસેજ અન્ય કોઈને વાંચવ્યો

ખેડૂતના બંધ ખાતામાં અચાનક અબજો રૂપિયા જમા થતાં પહેલા તો ખેડૂતને વિશ્વાસ ન આવ્યો. તેના મોબાઈલ પર આવેલા મેસેજથી ખેડૂત કંઈ સમજી શક્યો ન હતો. પછી તેણે મોબાઈલ મેસેજ અન્ય કોઈને વાંચવ્યો તો ખબર પડી કે તેના ખાતામાં ઘણા પૈસા જમા થયા છે. જ્યારે ખેડૂત બેંકમાં પહોંચ્યો તો તેની વાત સાંભળીને બેંક કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા. બેંક કર્મચારીઓએ જ્યારે એકાઉન્ટ ચેક કર્યું તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. ખેડૂતની વાત સાચી નીકળી.

ખાતુ છેલ્લા ઘણા દિવસોથી બંધ હતું

ઘટના દુર્ગાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અર્જુનપુર ગામની છે. અહી રહેતા ભાનુ પ્રકાશ બિંદ નામના ખેડૂતનું સુરીયાવાનની બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાં ખાતુ છે જે છેલ્લા ઘણા દિવસોથી બંધ હતું. 16 મેના રોજ તેના મોબાઈલ પર બેંકમાંથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે તેમના ખાતામાં 99999495999.99 રૂપિયા (99 અબજ 99 કરોડ 94 લાખ 95 હજાર 999 રૂપિયા)ની રકમ જમા કરવામાં આવી છે. આ સાંભળીને ભાનુ પ્રકાશ સ્તબ્ધ થઈ ગયા. તે વિચારવા લાગ્યો કે આટલા પૈસા ક્યાંથી અને કોણે મોકલ્યા છે, મેસેજની ખરાઈ કરવા ખેડૂત સીધો બેંકમાં ગયો. ખેડૂતે બેંક કર્મચારીઓને નાણાં જમા થયા હોવાની જાણ કરતાં જ અફરાતફરી મચી ગઈ હતી.

આટલા પૈસા ક્યાંથી આવ્યા તે પણ બેંકના કર્મચારીઓ સમજી શક્યા નથી. બેંક કર્મચારીઓએ તુરંત ખેડૂતના ખાતાની તપાસ કરતા મામલો યોગ્ય જણાયો હતો. ખાતામાં આટલી મોટી રકમ જોઈને બધા દંગ રહી ગયા. બેંકના પ્રભારી બેંક મેનેજર આશિષ તિવારીએ જણાવ્યું કે ખાતાધારક ભાનુ પ્રતાપનું KCC ખાતું હતું. તેણે ખાતા દ્વારા ખેતરમાં લોન લીધી હતી. ખાતું NPA બન્યા પછી આવું જ થયું. જોકે, એકાઉન્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે.  પૈસા ક્યાંથી આવ્યા અને કોણે મોકલ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ મામલાની માહિતી મળતાં લોકોમાં આ અંગે ચર્ચા જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો