Video: કેરળના પેરીંગોટ્ટુકુરિસ્સી વિસ્તારમાં બંદૂકની અણીએ જ્વેલરી શોપમાંથી એક કિલો સોનું લૂંટાયું

સોર્સ: gstv

કેરળના પલક્કડ જિલ્લાના પેરીંગોટ્ટુકુરિસ્સી વિસ્તારમાં જ્વેલરી શોપમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બંદૂકની અણીએ લૂંટારુઓએ જ્વેલરી શોપને નિશાન બનાવી અંદાજે એક કિલોગ્રામ સોનું લૂંટી લીધું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લૂંટની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા સહિત અન્ય પુરાવાઓના આધારે પોલીસ લૂંટારુઓની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત