મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બંગાળ જેવી ઘટના ઉત્તરાખંડમાં : બળાત્કાર, લૂંટ બાદ નર્સની ઘાતકી હત્યા, રાજસ્થાનમાંથી આરોપીની ધરપકડ

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાંથી બંગાળના કલકત્તા જેવી ઘટના સામે આવી છે. જ્યાં એક નર્સ પર બળાત્

બંગાળ જેવી ઘટના ઉત્તરાખંડમાં : બળાત્કાર, લૂંટ બાદ નર્સની ઘાતકી હત્યા, રાજસ્થાનમાંથી આરોપીની ધરપકડ

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાંથી બંગાળના કલકત્તા  જેવી ઘટના સામે આવી છે. જ્યાં એક નર્સ પર બળાત્કાર અને લૂંટ કર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નર્સ 30 જુલાઈથી ગુમ હતી, મૃતકની બહેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાનો ખુલાસો કરતાં પોલીસે જણાવ્યું કે આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

યુપીના બિલાસપુરમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ 

ગુમ થયેલી મહિલાનો મૃતદેહ 8મી ઓગસ્ટના રોજ યુપીના બિલાસપુર જિલ્લામાં ઝાડીઓમાં પડેલો હાડપિંજર હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બળાત્કાર બાદ મહિલાનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી અને નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરવાનું શરૂ કર્યું. તેમજ મહિલાના ફોનનો EMI નંબર પણ સર્વેલન્સ પર મુકવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ સ્કેન કરતી વખતે, પોલીસે એક શંકાસ્પદ યુવકને જોયો જે તેની પાછળ આવતો જોવા મળ્યો હતો.

ગુમ યુવતીના  ફોનનું લોકેશન યુપીના બરેલીમાં મળ્યું 

પોલીસ ટીમને સર્વેલન્સથી ખબર પડી કે ફોનના EMI નંબરનું લોકેશન યુપીના બરેલીમાં છે. જ્યારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે જાણવા મળ્યું કે ફોનનો ઉપયોગ  બરેલીના શાહીમાં રહેતા ધર્મેન્દ્રની પત્ની ખુશ્બૂ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 

પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું કે તેનો પતિ ધર્મેન્દ્ર પણ ફોન વાપરે છે. બંને સ્થળ પરથી ફરાર મળી આવ્યા હતા, ત્યારબાદ પોલીસે તેમને પકડવા માટે એક ટીમ તૈનાત કરી હતી અને ફોનના લોકેશન પર નજર રાખી હતી.

રાજસ્થાનના જોધપુરમાંથી આરોપી ધર્મેન્દ્રની ધરપકડ 

તપાસ દરમિયાન પોલીસને રાજસ્થાનના જોધપુરમાં ધર્મેન્દ્રનું લોકેશન મળ્યું હતું. પોલીસ ટીમે તેને મંગળવારે પકડી લીધો અને પૂછપરછ દરમિયાન ધર્મેન્દ્રએ પોલીસને જણાવ્યું કે તે છેલ્લા પાંચ-છ મહિનાથી જાફરપુરમાં ઘઉંના કારખાનામાં કામ કરતો હતો. 30 જુલાઈએ તેણે એક મહિલાને નિર્જન અંધકારમાં એકલી ચાલતી જોઈ. ત્યાર પછી તેણે તેની બેગ ખાલી જગ્યાએ રાખી અને મહિલાને પકડી લીધી અને તેનું મોઢું દબાવીને ઝાડીઓમાં લઈ ગયો. લૂંટની સાથે સાથે તેના પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલાએ બુમાબુમ  અને સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો તો તેના દુપટ્ટાથી  તેનું ગળું દબાવી દીધું હતું.

મહિલાના ચહેરાને પથ્થરથી કચડી નાખ્યો

મહિલાનો મોબાઈલ ફોન છીનવી લીધા બાદ તેણે તેના પર બળાત્કાર કર્યો અને પછી યુવતીની  ઓળખ છુપાવવા માટે તેના ચહેરાને પથ્થરથી કચડી નાખ્યો. ત્યારબાદ આરોપી બરેલી ગયો અને યુવતીના ફોનમાં પોતાનું સિમ નાખ્યું અને તેનો ઉપયોગ કરવા લાગ્યો. પોલીસની માહિતી મળતાં તે જોધપુર ભાગી ગયો હતો. આ મામલે SSP મંજુનાથ ટીસીએ જણાવ્યું કે આરોપીની જોધપુરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ધર્મેન્દ્રએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો