I.N.D.I.Aની નૈયા પાર લગાવશે નીતીશ-નાયડુ?, સરકાર બનાવવા માટે બનશે કિંગ મેકર
લોકસભા ચૂંટણી 2024માં ભાજપની આગેવાની હેઠણની એનડીએ ગઠબંધનને અપેક્ષિત બેઠકો મળી નથી. ભાજપ પોતાના દમ પર બહુમતી

લોકસભા ચૂંટણી 2024માં ભાજપની આગેવાની હેઠણની એનડીએ ગઠબંધનને અપેક્ષિત બેઠકો મળી નથી. ભાજપ પોતાના દમ પર બહુમતીથી દૂર જણાઈ રહ્યું છે. પરિણામે સરકાર બનાવવા માટે TDPના ચંદ્રાબાબુ નાયડુ અને JD(U)ના નીતીશ કુમાર પર દારોમદાર રહેશે. બીજી તરફ 'ઈન્ડિયા' ગઠબંધન પણ સરકાર બનાવવા મથામણ કરી રહી છે.
બુધવારે 'ઈન્ડિયા' ગઠબંધનની બેઠક
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે આવતીકાલે 'ઈન્ડિયા' ગઠબંધનની બેઠક છે. આ વિકલ્પોને નકારી શકાય નહીં. 'ઈન્ડિયા' ગઠબંધન ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારનો સંપર્ક કરવાનું નક્કી કરે છે કે કેમ તે આવતીકાલે નેતાઓની બેઠક પર નિર્ભર છે.
લોકસભા ચૂંટણીની ચાલી રહેલી ગણતરી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. મોદી અને અમિત શાહે એવા સમયે ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી જ્યારે કોંગ્રેસ નેતૃત્વએ થોડા સમય પહેલા તેમનો સંપર્ક કર્યો હતો.
ચૂંટણીના પ્રાથમિક વલણો પરથી દેખાય છે કે, ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી હવે કિંગમેકર બને તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. આ સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ભાજપ માટે સત્તા સુધી પહોંચવાનો માર્ગ બની રહેશે.
નીતીશ- નાયડુનો ઈતિહાસ પક્ષપલટુ રહ્યો છે
જો કે આ બંને નેતા અને તેમની પાર્ટી હાલમાં NDAનો હિસ્સો છે, પરંતુ તેમનો ઈતિહાસ પક્ષપલટુઓનો રહ્યો છે. નીતીશ કુમારની પાર્ટી બિહારમાં મોટી જીત હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે. તેણીએ રાજ્યની 16 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી તે 14 પર આગળ ચાલી રહી હતી. 17 બેઠકો પર ચૂંટણી જીતનાર ભાજપ માત્ર 12 બેઠકો પર આગળ છે.








