VIDEO: રતન ટાટાના નિધન બાદ તેમની સાદગી પર વાયરલ થઈ રહ્યો છે નીતિન ગડકરીનો આ જુનો વીડિયો
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે અવસાન થયું હતું. રતન ટાટા ભારતમાં માત્ર એક ઉદ્યોગપત

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે અવસાન થયું હતું. રતન ટાટા ભારતમાં માત્ર એક ઉદ્યોગપતિ તરીકે જ નહીં પરંતુ એક દિગ્ગજ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ માનવતાવાદી સ્વભાવ, નબળા વર્ગોની ચિંતા અને કર્મચારીઓના હિતોને સર્વોપરી રાખવા માટે જાણીતા હતા.
તેમણે આ મૂલ્યો પોતાના જીવનમાં ઉતાર્યા હતા અને તેમના નામે કરોડોની સંપત્તિ હોવા છતાં તેઓ સાદું જીવન જીવતા હતા. તેમની સાદગીની વાતો પણ લોકો યાદ કરે છે. તેમણે જીવનભર પોતાનું કામ જાતે કરવાની આદત જાળવી રાખી હતી. આના વિશે નીતિન ગડકરી કહે છે, 'રતન ટાટા જી મારા સારા મિત્ર રહ્યા છે. એકવાર જ્યારે તેઓ મુંબઈના મલબાર હિલમાં મારા ઘરે આવી રહ્યા હતા, ત્યારે તેઓને રસ્તો ભૂલી ગયા હતા. તેમણે મને ફોન કરીને કહ્યું કે, નીતિન, હું તારા ઘરનો રસ્તો ભૂલી ગયો છું. મેં કહ્યું તમારા ડ્રાઈવરને ફોન આપો. તેના પર રતન ટાટાએ કહ્યું કે મારી પાસે ડ્રાઈવર નથી, હું જાતે જ ડ્રાઈવ કરું છું.'
કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું, 'મને ખૂબ જ આશ્ચર્ય થયું અને મેં પૂછ્યું કે તમારી પાસે ખરેખર ડ્રાઇવર નથી, તો તેમણે કહ્યું ના, નીતિન, હું જાતે જ ડ્રાઈવ કરું છું. પછી મેં તેમને રસ્તો બતાવ્યો. મને ખૂબ નવાઈ લાગી કે ભારતના આટલા મોટા કરોડપતિ હોવા છતાં તેમની પાસે ડ્રાઈવર કેમ નથી. ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ ન હતો. સરનામું કહ્યા પછી તે ઘરે આવ્યા.'
તેમણે આગળ કહ્યું, 'એકવાર હું તેમને ફ્લાયઓવરના ઉદ્ઘાટન માટે મુંબઈ લઈ ગયો હતો. ત્યાં પણ હેલિકોપ્ટર તેઓ જ ચલાવી રહ્યા હતા. હું તેમને જોઈ રહ્યો હતો અને તેમના ચાલવામાં, બોલવામાં કે વર્તન પરથી એવું ન હતું લાગતું કે તેઓ ટાટા ગ્રુપના માલિક છે.
ગડકરી કહે છે, 'આ પછી હું તેમને એક વખત નાગપુર લાવ્યો હતો. તેમના હાથમાં બેગ હતી અને મેં સરકારી કર્મચારીને ટાટા સાહેબની બેગ લેવા કહ્યું. આ માટે પણ રતન ટાટાએ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે તે મારી બેગ છે અને હું જ તેને કેરી કરીશ. આ પછી, જ્યારે તેઓ કારમાં બેઠા, ત્યારે તેઓ ડ્રાઈવરની પાસે બેસી ગયા. મેં કહ્યું, ટાટા સાહેબ, તમે અહીં બેસો હું ત્યાં બેસી જઈશ. આના પર તેમણે કહ્યું, ના, હું અહીં જ બેસીશ.' નીતિન ગડકરીએ કહ્યું કે, જરા વિચારો કે સેંકડો કરોડોની સંપત્તિ ધરાવતા આટલા મોટા માણસ આટલી સાદગીથી જીવે છે તે કેટલું આશ્ચર્યજનક છે. મારા માટે પણ એક પ્રેરણાદાયી વાત હતી.







