મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બન્યા યુટ્યૂબ સ્ટાર, મળ્યું ગોલ્ડન બટન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબનું ગોલ્ડન બટન આપવામાં આવ્યું હતું. જણાવી દ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બન્યા યુટ્યૂબ સ્ટાર, મળ્યું ગોલ્ડન બટન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબનું ગોલ્ડન બટન આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, નીતિન ગડકરીને આ ગોલ્ડન બટન You Tubeના રિજનલ ડાયરેક્ટર અજય વિદ્યાસાગર પોતે આપવા પહોંચ્યા હતા.  

આ પણ વાંચોઃ નોનવેજ સિઝલર ખાધા બાદ એક પછી એક 20 મહિલા થઈ બેભાન, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

 કેન્દ્રીય મંત્રી ગડકરીએ 2021 માં તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેના પર અત્યાર સુધીમાં લગભગ 4,200 વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. યુટ્યુબ પર તેમના 12 લાખ સબસ્ક્રાઈબર્સ છે. તેઓ પહેલા કેન્દ્રીય મંત્રી છે જેઓને યુટ્યૂબ દ્વારા ગોલ્ડન બટન આપવામાં આવ્યું છે. 

જણાવી દઈએ કે You Tube ગોલ્ડન બટન એમને આપવામાં આવે છે. જેમના આ પ્લેટફોર્મ પર 1 મિલિયન અર્થાત્ 10 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ હોય. આ એક પ્રકારનો વર્ચ્યુઅલ નહીં પરંતુ ફિઝિકલ એવોર્ડ હોય છે. 

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના 10 નહીં પરંતુ 12 લાખ સબ્સસ્ક્રાઈબર્સ છે.  તેમના વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરે છે. તેમના ઘણાં વીડિયો પર 17 લાખ કરતાં પણ વધુ વ્યૂઝ આવ્યા છે. 

જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી ગડકરી તેમની યુટ્યૂબ ચેનલ પર પોતે ઈવેન્ટમાં આપેલી સ્પીચ, સરકારની નવી યોજનાઓ, નવા રોડ અથવા તો ભવિષ્યમાં બનાવવામાં આવનારા રસ્તાઓ વિશે પોસ્ટ કરતા હોય છે. તેમણે આ ગોલ્ડન બટન રિસિવ કરતો વીડિયો પણ પોતાની ચેનલ પર શેર કર્યો છે. 

આ સમાચાર શેર કરો