NEET લીકમાં નવો ખુલાસો/ પ્રોફેસરે સંજીવ મુખિયાને આપ્યું પેપર, વિદ્યાર્થીઓ પાસે આન્સર કી તૈયાર કરાવી
NEET પેપર લીક કેસમાં બિહાર પોલીસ અને રાજ્યના આર્થિક અપરાધ એકમે તેમની તપાસ આગળ ધપ

NEET પેપર લીક કેસમાં બિહાર પોલીસ અને રાજ્યના આર્થિક અપરાધ એકમે તેમની તપાસ આગળ ધપાવી જેમાં નવા તથ્યો સામે આવી રહ્યા છે. અત્યાર સુધી સિકંદર યાદવેન્દુથી લઈને અમિત આનંદ સુધીના નામોની ખૂબ ચર્ચા થઈ છે. NEET પેપર લીક કેસના મુખ્ય આરોપીઓમાં આ બંને સામેલ છે. હવે બિહાર પોલીસ આ કેસમાં સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયા ઉર્ફે લુટનને શોધી રહી છે. જે આ સમગ્ર મામલામાં માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. 2010થી અનેક પરીક્ષાઓના પેપર લીક કરવામાં સંજય મુખિયાનો હાથ રહેલો છે.
NEET પેપર લીક કેસમાં માસ્ટર માઈન્ડ ગણાતો સંજીવ મુખિયા નગરનૌસાનો રહેવાસી અને નૂરસરાય હોર્ટિકલ્ચર કોલેજનો કર્મી છે. બિહાર પોલીસ અને EOU માને છે કે જો NEETનું પેપર સૌથી પહેલા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હશે. 4 મેની રાત્રે, તેણે પટનાના ખેમનીચક સ્થિત લર્ન પ્લે સ્કૂલ અને બોયઝ હોસ્ટેલમાં 20થી 25 ઉમેદવારોને બોલાવ્યા હતા. જેમાં પટના અને રાંચીના એમબીબીએસ સ્ટુડન્ટ પણ હતા. અહીં NEETનું પ્રશ્નપત્ર અને તેના જવાબો ઉમેદવારોને આપ્યા હોવાનું કહેવાય છે.
સંજીવ મુખિયાને કોઈ પ્રોફેસરે મોબાઈલ પર નીટનું પેપર મોકલ્યું હતું. ખેમનીચક સ્થિત લર્ન પ્લે સ્કૂલ અને બોયઝ હોસ્ટેલમાં એમબીબીએસ સ્ટુડન્ટ્સ પાસે નીટ પેપરમાં પૂછાયેલા સવાલોના જવાબો લખાવ્યા અને આ જવાબ એ ઉમેદવારોને પહોંચાડ્યા. જેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. સંજીવ મુખિયાએ આ બધા સેટિંગ માટે સંબંધીનું મકાન ભાડે લીધું હતું.






