NEET PG પરીક્ષાની તારીખ જાહેર, બે શિફ્ટમાં લેવાશે પરીક્ષા

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાસ્પદ રહેલી NEET PG પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા NEET PGની નવી પરીક્ષા તારીખની નોટિસ બહાર પાડી છે. આ પરીક્ષા હવે 11 ઓગસ્ટ 2024ના રોજ લેવામાં આવશે.
જણાવી દઈએ કે NEET PGની પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા પછી, NEET PGની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. બે શિફ્ટમાં લેવાનારી NEET PG પરીક્ષા સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર આપવામાં આવશે.
જે ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET PG) માટે અરજી કરી હતી અને 23 જૂને પરીક્ષા આપવાના હતા. તેઓ NBEની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની નવી તારીખની નોટિસ ચેક કરી શકે છે. જણાવી દઈએ કે, NEET PG 23 જૂને યોજાવાની હતી, પરંતુ NEET UG અને UGC NET પેપર લીક વિવાદ વચ્ચે 22 જૂને પરીક્ષાના 12 કલાક અગાઉ સ્થગિત કરી દેવામાં આવી હતી.

