'ફરી નહીં યોજાય NEETની પરીક્ષા, પેપર લીક ફક્ત પટના અને હજારીબાગ સુધી મર્યાદિત', સુપ્રીમ કોર્ટનો નિર્ણય
NEET ની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. સીજેઆઈ ચંદ્રચ

NEET ની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે આગળથી ધ્યાન રાખે. આ પ્રકારની બેદરકારીથી બચે. સીજેઆઈએ આટલું કહેતા જ ફરીવાર નીટની પરીક્ષા યોજવાની માગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપી દીધો
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી જ મર્યાદિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે.






