Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Neeraj Chopra news: Grand reception held after golden boy Neeraj Chopra's wedding, wishes showered on the couple

Neeraj Chopra news: ગોલ્ડન બોય નીરજ ચોપરાના લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું, દંપતી પર શુભેચ્છાઓનો ધોધ વહ્યો

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Neeraj Chopra news: ગોલ્ડન બોય નીરજ ચોપરાના લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું, દંપતી પર શુભેચ્છાઓનો ધોધ વહ્યો
સોર્સ : Google

Neeraj Chopra news: ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા અને ટેનિસ ખેલાડી હિમાની મોરના લગ્નનું રિસેપ્શન આજે(25 ડિસેમ્બર) હરિયાણાના કરનાલના ધ ઈડન જન્નત હોલમાં યોજાયું. નીરજ અને તેની પત્ની હિમાનીએ હાથમાં હાથ પરોવીને એન્ટ્રી કરી હતી

App Store

નીરજ-હિમાનીના રિસેપ્શનમાં એન્ટ્રીનો પહેલો વીડિયો પણ સામે આવ્યો છે. નીરજ ચોપરાએ જ્યાં ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે, જ્યારે હિમાનીએ મૈરૂન કલરનો ડિઝાઈનર લહેંગા-ચોલી પહેરી હતી. નીરજ અને હિમાનીના લગ્નનો વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો. સ્ટેજ પર ઉભા રહીને નીરજ અને હિમાની એકબીજાના હાથ પકડીને મગ્ન જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે, નીરજ ચોપરા અને હિમાની મોરે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય અગ્રણી નેતાઓને મળ્યા અને તેમને સ્વાગત માટે વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું.

મોડી રાત્રે મુખ્યમંત્રી નાયબ સૈની, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ, શિક્ષણ મંત્રી મહિપાલ ઢાંડા, ભાજપના પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલી, પુંડરીના ધારાસભ્ય સતપાલ ઝંબ અને અન્ય ઘણા અગ્રણી નેતાઓએ દંપતીને શુભેચ્છાઓ પાઠવી.

રોહતકના સાંસદ દીપેન્દ્ર હુડા અને હરિયાણવી કલાકાર રેણુ દુહને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રિસેપ્શનમાં હાજરી આપતા પોતાના ફોટા શેર કર્યા.