Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Addicted to fun, son became a smuggler, stole lakhs from his own house with his friend

Ankleshwar news: મોજશોખની લતે પુત્રને બનાવ્યો તસ્કર, મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં લાખોની ચોરી કરી

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ankleshwar news: મોજશોખની લતે પુત્રને બનાવ્યો તસ્કર, મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં લાખોની ચોરી કરી
સોર્સ : GSTV

Ankleshwar news:  સંતાનો માતા-પિતાની મૂડી હોય છે, પરંતુ જ્યારે એ જ સંતાન ઘરની મૂડી પર લલચાય ત્યારે પિતા માટે એનાથી મોટું દુઃખ બીજું કોઈ હોતું નથી. અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા એક પારસી વ્યવસાયકારના પુત્રએ જ પોતાના મિત્ર સાથે મળીને પિતાના બંગલામાં રૂપિયા 19.80 લાખની મતા પર હાથ સાફ કર્યો હતો.

App Store

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના પારસીવાડમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એ ડિવિઝન પોલીસે મકાન માલિકના પુત્ર અને તેના મિત્ર ને ચોરીના  મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. મોજશોખ પુરા કરવા યુવાન પુત્રએ મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં 19.80 લાખની ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

ગત તારીખ-17મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકાર મઝુમ રૂસ્તમ વિમાદલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ તેઓના બંગલાના મુખ્ય દરવાજાનું ઈન્ટર લોકની ચાવીઓની ડુપ્લીકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને 19. લાખ 80 હજારના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

ચોરી અંગે અંકલેશ્વર શહેરએ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ ડિવિઝન  પોલીસ તેમજ ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સના આધારે તપાસ કરતા અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝુમ વિમાદલાલને ચોરી થયેલા તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે અમદાવાદના  પોતાની કૉલેજના મિત્ર મોહંમદ અનસ સાદીક સૈયદ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે એ ડિવિઝન પોલીસે બન્નેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોજશોખ પૂરા કરવા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયકારના બંગલામાં પુત્રએ જ ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.