Video: એનસીપી એસપીના વડા શરદ પવાર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી

સોર્સ: gstv

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એસપીના વરિષ્ઠ નેતા અને સાંસદ શરદ પવારને તબિયતની તપાસ અર્થે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણેની રૂબી હોલ ક્લિનિકમાંથી ડિસ્ચાર્જ મેળવ્યા બાદ વધુ તબીબી ચકાસણીઓ માટે તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા. શરદ પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમના પિતાના સ્વાસ્થ્યના તમામ મહત્વપૂર્ણ પરિમાણો સામાન્ય અને સ્થિર છે. ડોક્ટરોની ટીમ દ્વારા આગામી રૂટિન ટેસ્ટ હાથ ધરવામાં આવશે અને હાલ તેમની સ્થિતિ સંપૂર્ણપણે સુધારા પર છે. આ સમાચાર સામે આવ્યા બાદ પક્ષના કાર્યકરો અને સમર્થકો તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત