Video: નેશનલ SDRF CBRN કોમ્પિટિશન 2026

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં બીજી નેશનલ SDRF CBRN કોમ્પિટિશન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સમાપન સમારોહમાં NDRFના ડિરેક્ટર જનરલ પીયૂષ આનંદ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં વિવિધ ટીમોએ ભાગ લઈને પોતાની ક્ષમતા અને કામગીરીનું પ્રદર્શન કર્યું હતું. CBRN એટલે કે કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ઇમરજન્સીનો સામનો કરવાની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ આપત્તિ સમયે બચાવ અને રાહત કામગીરીને વધુ સક્ષમ બનાવવાનો છે. સમાપન સમારોહમાં સ્પર્ધામાં ભાગ લેનારી ટીમોના પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી.
જાહેરાત






