મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ભોલે બાબા ઉર્ફે સૂરજપાલ માત્ર કુંવારી છોકરીઓને જ પોતાની ચેલી બનાવતો...', નજીકના લોકોએ કર્યા આ ખુલાસાઓ

હાથરસમાં સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકર હરિના સત્સંગને લઈને રોજેરોજ ચોંકાવનારા નવા ખુલાસા થઈ રહ્યા છ

'ભોલે બાબા ઉર્ફે સૂરજપાલ માત્ર કુંવારી છોકરીઓને જ પોતાની ચેલી બનાવતો...', નજીકના લોકોએ કર્યા આ ખુલાસાઓ

હાથરસમાં સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકર હરિના સત્સંગને લઈને રોજેરોજ ચોંકાવનારા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એ વાત સામે આવી છે કે બાબા હંમેશા સત્સંગમાં કુંવારી છોકરીઓથી ઘેરાયેલા રહેતા હતા. તેમને લાલ રંગ ગમતો હતો તેથી આ છોકરીઓને સત્સંગ દરમિયાન આયોજક સમિતિ દ્વારા ખાસ લાલ રંગના કપડાં આપવામાં આવ્યા હતા. આ ખુલાસો સૂરજ પાલના સત્સંગમાં હાજરી આપતી કેટલીક મહિલાઓએ કર્યો છે.

મહિલાઓએ જણાવ્યું કે છોકરીઓ એક જ ડ્રેસ પહેરીને સત્સંગમાં આવતી અને ડાન્સ કરતી હતી. બાબા સત્સંગ દરમિયાન હંમેશા કાળા ચશ્મા પહેરતા હતા. આ છોકરીઓને સૂરજપાલના ચશ્મામાં ભગવાનનું રૂપ દેખાતું હતું. આ બાબતનું સત્સંગમાં ગયેલી મહિલાઓએ ભાંડો ફોડ્યો છે. એવા અનેક ઘટસ્ફોટ કર્યા છે જે એકલા પણ કહી શકાય તેવા નથી. એક મહિલાએ જણાવ્યું કે, સૂરજપાલની આસપાસ હંમેશા રહેતી કુંવારી છોકરીઓ બાબાને પોતાનો પતિ માનતી હતી અને તેની સાથે એવી રીતે રહેતી હતી. આ છોકરીઓ તેનું સન્માન કરતી અને તેના કહેવા પર કંઈપણ કરવા તૈયાર રહેતી હતી.

સત્સંગમાં જતી મહિલાએ જણાવ્યું કે સૂરજ પાલ સત્સંગ દરમિયાન તમામ મહિલાઓને એક સરખા કપડા પહેરેલી જોતો હતો અને સત્સંગ દરમિયાન તે મહિલાઓને જોઈને હસતો હતો. દીક્ષા લેનારી મહિલાઓ હંમેશા સૂરજપાલની આસપાસ જ રહેતી. સૂરજ પાલાના એક અનુયાયીએ જણાવ્યું કે બાબાના આશ્રમ અને સંસ્થામાં મહિલાઓની અલગ-અલગ શ્રેણી બનાવેલી હતી. માત્ર કુંવારી છોકરીઓ જ સૂરજપાલની શિષ્યા હતી. આ માટે છોકરીઓએ બાબા પાસેથી ખાસ દીક્ષા લેવાની હતી. જ્યારે પરિણીત મહિલાઓ સૂરજપાલમાં ભોલે બાબાના દર્શન કરતી હતી. તેમને સૂરજપાલથી દૂર રાખવામાં આવતી હતી. સૂરજપાલ પણ પોતાની નજીક પરિણીત મહિલાઓને આવવા દેતો ન હતો.

'બાબાને લાલ રંગ ગમે છે...'

સૂરજપાલના સત્સંગમાં ગયેલી મહિલાએ જણાવ્યું કે બાબાને લાલ રંગ પસંદ હતો. એટલે કુંવારી છોકરીઓ લાલ વસ્ત્રો પહેરતી. આ છોકરીઓ જ બાબાના સત્સંગમાં મેક-અપ કરીને ડાન્સ કરતી. સત્સંગ સમિતિ દ્વારા કુંવારી યુવતીઓને આ ખાસ ડ્રેસ આપવામાં આવ્યો હતો. ડાન્સ કર્યા બાદ યુવતીઓ પોતપોતાના ડ્રેસ બદલી લેતી હતી. આ બધું કામ સત્સંગ દરમિયાન જ થતું.

'બાબાની દિનચર્યા છોકરીઓ સંભાળતી હતી'

બાબાના આશ્રમની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ જણાવ્યું કે તેમનું તમામ કામ છોકરીઓ સંભાળતી હતી. બાબા છોકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ લીમડાના પાણીથી સ્નાન કરતા. પાણીમાં ગુલાબની પાંખડીઓ, સુગંધ, અત્તર વગેરે જેવી ઘણી વસ્તુઓ ઉમેરવામાં આવી હતી. બાબાના ખાવા પીવાનું પણ આ છોકરીઓ જ ધ્યાન રાખતી હતી. 

આ સમાચાર શેર કરો