મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કરી દીધું 2024માં મર્ડર', રિવોલ્વર દેખાડી કિશોરે મુક્યું સ્ટેટસ, ડોક્ટરની હત્યા કેસમાં થયો ખુલાસો

દિલ્હીના કાલિંદી કુંજ વિસ્તારમાં એક નર્સિંગ હોમમાં ઘૂસીને ડ

'કરી દીધું 2024માં મર્ડર', રિવોલ્વર દેખાડી કિશોરે મુક્યું સ્ટેટસ, ડોક્ટરની હત્યા કેસમાં થયો ખુલાસો

દિલ્હીના કાલિંદી કુંજ વિસ્તારમાં એક નર્સિંગ હોમમાં ઘૂસીને ડૉક્ટરની હત્યા કરવા બદલ પોલીસે 17 વર્ષના સગીર છોકરાની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે યૂનાની ડોક્ટર જાવેદ અખ્તરની હત્યા કર્યા બાદ સગીરે સોશિયલ મીડિયા પર કેપ્શન સાથે તેનો ફોટો અપલોડ કર્યો હતો. સગીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ફોટો અપલોડ કરીને કેપ્શનમાં પણ લખ્યું, 'કરી દીધું 2024માં મર્ડર'.

પોલીસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શંકાસ્પદને ટ્રેક કર્યો, જ્યાં તેણે પિસ્તોલ સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, "2024 ની પ્રથમ હત્યા." જેના કારણે પોલીસને શંકાસ્પદ 17 વર્ષીય 'કિશોર' મળી આવ્યો હતો. બીજો 16 વર્ષીય સગીરની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસ મુજબ હોસ્પિટલમાં કામ કરતી નર્સના પતિએ જ ડોક્ટરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ કામ માટે કિશોરવયના હત્યારાને પોતાની પુત્રી સાથે લગ્નનું વચન આપ્યું હતું.  

મળતી માહિતી મુજબ, દક્ષિણ-પૂર્વ દિલ્હીના જૈતપુર એક્સટેન્શનમાં આવેલી નીમા હોસ્પિટલમાં ગુરુવારે 50 વર્ષીય યૂનાની ડૉક્ટર જાવેદ અખ્તરની તેમની જ કેબિનની અંદર બે કિશોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે શંકાસ્પદ પૈકી એકની અટકાયત કરી પૂછપરછ કરતાં ખુલાસો થયો હતો. કિશોરે જણાવ્યું કે, નર્સના પતિએ જ મને ગોળી મારવાનું કહ્યું હતું. ડોક્ટર અખ્તર સાથે તેની નર્સ પત્નીને અફેર હોવાની પતિને શંકા હતી.

નર્સની પુત્રીને પ્રેમ કરનારા શંકાસ્પદ કિશોરે દાવો કર્યો હતો કે મહિલાના પતિએ તેને વચન આપ્યું હતું કે જો તે ડૉક્ટરને મારી નાખશે તો તેની પુત્રી સાથે લગ્ન કરાવી દેશે. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી છોકરાએ મહિલાના પતિના એટીએમ ખાતામાંથી પૈસા પણ ઉપાડી લીધા હતા. હાલ પોલીસ આરોપીઓના દાવાઓની તપાસ કરી રહી છે.

પોલીસને બુધવારે બપોરે 1.45 કલાકે ફોન આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ડો.જાવેદ અખ્તરનો મૃતદેહ તેમની ખુરશી પર પડેલો જોવા મળ્યો હતો. ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજમાં બંને કિશોરો આરામથી હોસ્પિટલ તરફ જતા જોવા મળ્યા હતા. જ્યાંથી તેઓ સીધા અખ્તરની કેબિનમાં જઈને નિર્દયતાથી ગોળીબાર કરતા ડોક્ટરનું મોત થયું હતું.

આ સમાચાર શેર કરો