મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

MUMBAI / તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

mumbai news bomb blast Threats at Taj Hotel and Mumbai Airport | Mumbai news : મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ પર ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે કહ્યું ક

MUMBAI / તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Mumbai news : મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ પર ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે કહ્યું કે મુંબઈની તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે બંને સ્થળે  શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. 

પોલીસ કોલ કરનાર વ્યક્તિને શોધી રહી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને સોમવારે ફોન આવ્યો હતો કે શહેરમાં તાજ હોટેલ અને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પોલીસને સવારે 11 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો, કોલ બાદ પોલીસે બંને સ્થળે તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જો કે આ મામલે FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ધમકીભર્યો ફોન ઉત્તરપ્રદેશથી આવ્યો હતો. હવે પોલીસ કોલ કરનાર વ્યક્તિને શોધી રહી છે.

નોંધનીય છે કે આ પહેલા પણ દેશના ઘણા મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી ચુકી છે. આ ટ્રેન્ડ ઘણા સમયથી ચાલી રહ્યો છે. અગાઉ, રાજધાની દિલ્હીની શ્રીરામ કોલેજ અને શ્રીવેંકટેશ્વર કોલેજ, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને દિલ્હી-એનસીઆરની 150 શાળાઓને બોમ્બની ધમકીનો મેલ મોકલવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો