મનમોહનસિંહ માટે સંકટમોચક બન્યા હતા મુલાયમ, આ રીતે બચાવી હતી PMની ખુરશી
દેશના પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહનું ગુરુવારે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે. દેશન

દેશના પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહનું ગુરુવારે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે. દેશના તમામ મોટા નેતાઓ સહિત અનેક હસ્તીઓએ આ દુખની ઘડીમાં તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મનમોહન સિંહની નીતિઓએ દેશને એક નવી દિશા આપી અને આ દેશ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે. પરંતુ, એક સમય એવો હતો જ્યારે મનમોહન સિંહની સરકાર ખતરામાં હતી. ત્યારે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ તેમના સંકટમોચક તરીકે આવીને સરકાર બચાવી હતી.
આ પણ વાંચોઃ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? જાણો શું છે સરકારી પ્રોટોકોલ
આ ઘટના વર્ષ 2008માં બની હતી. જ્યારે કેન્દ્રમાં મનમોહન સિંહના નેતૃત્વમાં યુપીએ સરકાર હતી. આ સરકાર સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષોના સમર્થનથી ચાલી રહી હતી. 2008માં મનમોહન સિંહની સરકાર અમેરિકા સાથેના પરમાણુ કરારને કારણે જોખમમાં હતી. ડાબેરી પક્ષો અને સમાજવાદી પાર્ટીએ તેનો વિરોધ કર્યો પરંતુ મનમોહન સિંહ પોતાના નિર્ણયથી પીછેહઠ કરવા તૈયાર ન હતા. એવામાં ડાબેરી પક્ષોએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો. મનમોહન સરકાર પડી જવાની સ્થિતિ આવી હતી.
આ સમયે સૌની નજર સમાજવાદી પાર્ટી પર ટકેલી હતી. મુલાયમ સિંહ યાદવ પણ તે સમયે ડાબેરી પક્ષો સાથે હતા. જો સપાએ પણ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હોત તો યુપીએ સરકાર પડી ગઈ હોત. પરંતુ, અમરસિંહ કોંગ્રેસ અને સપા વચ્ચે સમાધાનની કડી તરીકે ઉભરી આવ્યા. અમરસિંહ મુલાયમના ખૂબજ નજીકના ગણાતા હતા.
કહેવાય છે કે મનમોહન સરકારને ટેકો આપવા માટે અમર સિંહે મુલાયમ સિંહને મનાવ્યા હતા. એ સમયે સપા સંખ્યાની દૃષ્ટિએ ત્રીજી સૌથી મોટી પાર્ટી હતી. અમર સિંહની સલાહ બાદ મુલાયમ સિંહે આ ડીલને લઈને પોતાનું સ્ટેન્ડ બદલતા યુપીએ સરકારને ટેકો આપ્યો. જેને પગલે સરકાર પડતી બચી ગઈ. સપાના સ્થાપકે આ નિર્ણયને દેશના હિતમાં લેવાયો નિર્ણય ગણાવ્યો હતો.






