કર્ણાટક: MUDA જમીન ફાળવણી કૌભાંડ, લોકાયુક્ત પોલીસે મુખ્યમંત્રીની કરી બે કલાક પૂછપરછ
મૈસુરુ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ( MUDA) જમીન ફાળવણી કેસમાં લોકાયુકત પોલી

મૈસુરુ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ( MUDA) જમીન ફાળવણી કેસમાં લોકાયુકત પોલીસે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની બે કલાક સુધી પૂછપરછ કરી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સમન્સના જવાબમાં લોકાયુક્ત પોલીસ સમક્ષ હાજર થયા હતા અને લોકાયુક્ત પોલીસ અધિક્ષક (એસપી) ટીજે ઉદેશની આગેવાની હેઠળની ટીમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. લોકાયુક્તના અધિકારીએ જણાવ્યું કે લગભગ બે કલાક સુધી પૂછપરછ ચાલી હતી.
આ પણ વાંચો: મહિલાઓ માટે મફત મુસાફરી, દર મહિને 3 હજાર; INDIA ગઠબંધને મહારાષ્ટ્રમાં લોકોને આપી 5 ગેરંટી
લોકાયુક્ત પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે ભાજપ અને જેડીએસે તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. મારી સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે. મારી પૂછપરછ કરવામાં આવી હતી, અને મેં સત્ય કહ્યું છે.
હું કોર્ટ અને પોલીસને મારા લગાવવામાં આવેલા તમામ આરોપોનો જવાબ આપીશ
સિદ્ધારમૈયાએ કહ્યું કે કોઈપણ ખોટા કામ મામલે અદાલત દ્વારા કોઈ સચોટ નિર્ણય આપવામાં ના આવે ત્યાં સુધી મારી છબી ખરડાશે નહીં. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. હું કોર્ટ અને પોલીસને મારા લગાવવામાં આવેલા તમામ આરોપોનો જવાબ આપીશ.
પોલીસે FIRમાં આરોપી નંબર વન તરીકે CM અને તેમના પત્નીને દર્શાવ્યા
લોકાયુક્ત પોલીસે FIRમાં આરોપી નંબર વન તરીકે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને તેમની પત્ની પાર્વતી બીએમને દર્શાવવામાં આવ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને તેમની પત્ની પર MUDA દ્વારા 14 સાઇટ્સની ફાળવણીમાં અનિયમિતતાનો આરોપ છે.
25 ઓક્ટોબરે તેમની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમને આરોપી નંબર ટુ બનાવવામાં આવી છે. સિદ્ધારમૈયા, તેમની પત્ની, તેમના સાળા મલ્લિકાર્જુન સ્વામી, દેવરાજુ અને અન્યના નામ મૈસૂર સ્થિત લોકાયુક્ત પોલીસ દ્વારા 27 સપ્ટેમ્બરે નોંધાયેલી એફઆઈઆરમાં છે. સ્વામીએ દેવરાજુ પાસેથી જમીન ખરીદી હતી અને પાર્વતીને ભેટમાં આપી હતી. સ્વામી અને દેવરાજુ લોકાયુક્ત પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે.








