સંભલમાં મળ્યો 'મૃત્યુ કૂપ', સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થવાની માન્યતા
ઉત્તર પ્રદેશના સંભલમાં 46 વર્ષથી બંધ પડેલા શિવ મંદિર બાદ ધાર્મિક મહત્ત્વના સ્થળો શોધવા માટે ખોદકામની પ્રક્રિયા શરૂ થઈ છે. મંદ

ઉત્તર પ્રદેશના સંભલમાં 46 વર્ષથી બંધ પડેલા શિવ મંદિર બાદ ધાર્મિક મહત્ત્વના સ્થળો શોધવા માટે ખોદકામની પ્રક્રિયા શરૂ થઈ છે. મંદિર બાદ મળી આવેલ બિલારીની રાણીના વાવમાં પણ છેલ્લા પાંચ દિવસથી ખોદકામ ચાલી રહ્યું છે.દરમિયાન સરથલ ચોકી પાસે એક જૂનો કૂવો મળી આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કૂવો 'મૃત્યુ કૂપ' તરીકે ઓળખાતો હતો. એવું માનવામાં આવતું હતું કે તેના પાણીમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
સંભલમાંથી મળ્યો મૃત્યુ કૂપ
આ પ્રાચીન કૂવો સંભલમાં સરથાલ ચોકી પાસે મળી આવ્યો છે, જે શાહી જામા મસ્જિદથી માત્ર 150 મીટર દૂર છે. મ્યુનિસિપલ ટીમે જામા મસ્જિદ પાસેથી આ જૂનો 'મૃત્યુ કૂપ' ખોદવાનું શરૂ કર્યું છે. આસપાસના લોકોએ દાવો કર્યો છે કે આ કૂવો ઘણો પ્રાચીન છે.
લોકોએ દાવો કર્યો છે કે મહામૃત્યુંજય તીર્થ પણ પ્રાચીન કૂવાની નજીક આવેલું છે. તેમનું કહેવું છે કે અન્ય સમુદાયના લોકો આ તીર્થસ્થળની જમીન પર માલિકીનો દાવો કરી રહ્યાં છે. આ કૂવાનું પ્રાચીન મહત્ત્વ વર્ણવતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ કુવાના પાણીમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: અજમેર દરગાહ પાસે બુલડોઝર એક્શન, ખ્વાજા સાહેબના ઉર્સ પહેલા મોટી કાર્યવાહી
સંભલમાંથી 46 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું હતું
14 ડિસેમ્બરના રોજ, સંભલના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં વીજળી ચોરી અંગેના દરોડા દરમિયાન, વીજળી વિભાગ અને પોલીસની ટીમને એક મંદિર મળ્યું જે 46 વર્ષથી બંધ હતું. આ મંદિર સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરથી 200 મીટર દૂર હતું. મંદિરની અંદર હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી ત્યારથી સંભલમાં ખોદકામ ચાલી રહ્યું છે અને અલગ-અલગ વિસ્તારોમાં મંદિરો અને કૂવા મળી રહ્યા છે, જે જમીનની અંદર દટાઈ ગયા છે.







