ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેન્ગસ્ટર ઠાર,23થી વધુ કેસ નોંધાયેલા હતા; એક લાખનું હતું ઇનામ
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં STFએ એન્કાઉન્ટરમાં એક લાખનું ઇનામ ધરાવતા બદમાશ ચવન્નીને ઠાર માર્યો છે. STF અને SOGના સંયુક્ત ઓ

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં STFએ એન્કાઉન્ટરમાં એક લાખનું ઇનામ ધરાવતા બદમાશ ચવન્નીને ઠાર માર્યો છે. STF અને SOGના સંયુક્ત ઓપરેશનમાં સુમિત કુમાર ઉર્ફ ચવન્ની ઠાર મરાયો છે.
કુખ્યાત સામે 23થી વધુ કેસ નોંધાયેલા હતા
ચવન્ની પર જૌનપુર, ગાઝીપુર, બલિયા, મઉં સહિત બિહારમાં પણ કૂલ 23 કેસ નોંધાયેલા હતા. ચવન્ની પર હત્યાના પણ કેટલાક આરોપ હતા. બદમાશ પાસેથી AK47 રાઇફલ અને 9MMની બંદૂક પણ જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, બદલાપુરની પીલી નદી પાસે જ્યારે STFએ બદમાશ ચવન્નીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પોલીસની ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું હતું.STFના જવાનોએ જવાબી ફાયરિંગ કર્યું હતું જેમાં ચવન્નીને ગોળી લાગતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યા તેને મૃત જાહેર કરાયો હતો.
શહાબુદ્દીન માટે કામ કરી ચુક્યો હતો ચવન્ની
મળતી માહિતી અનુસાર મોનૂ ચવન્ની પૈસા લઇને હત્યા કરવા સિવાય બિહારના ચર્ચિત માફિયા શહાબુદ્દીન અને અન્ય ગ્રુપ માટે પણ કામ કરી ચુક્યો હતો. રિપોર્ટ અનુસાર 1 લાખનું ઇનામી બદમાશ 2 ડઝનથી વધુ ઘટનામાં સામેલ હતો અને તેનો ગુનાહિત ઇતિહાસ હતો.







