મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે, લેવાશે આ મોટા નિર્ણયો

સરકારે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ, 2025 સુધી ચલાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે સ

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે, લેવાશે આ મોટા નિર્ણયો

સરકારે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ, 2025 સુધી ચલાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે આગામી સમયમાં ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. જણાવી દઈએ કે, સંસદનું ગત બજેટ સત્ર 24 જૂનથી 3 જુલાઈ યોજાયું હતું. જેમાં મોનસૂન સત્ર દરમિયાન બજેટ રજૂ કરાયું હતું.

સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે. ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા પર સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વિપક્ષની સતત માંગ વચ્ચે સરકારે આ જાહેરાત કરી છે.

આ સમાચાર શેર કરો