મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'નવદંપત્તિએ 2-3 બાળકો પેદા કરવા જોઇએ', મોહન ભાગવતે ઘટતી જનસંખ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી

સંઘ પ્રમુખ મોહન ભાગવતે જનસંખ્યામાં ઘટાડાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્ય

'નવદંપત્તિએ 2-3 બાળકો પેદા કરવા જોઇએ', મોહન ભાગવતે ઘટતી જનસંખ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી

સંઘ પ્રમુખ મોહન ભાગવતે જનસંખ્યામાં ઘટાડાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય છે. જનસંખ્યામાં વૃદ્ધિ દર 2.1 હોવો જોઇએ. વૃદ્ધિદર તેના કરતા ઓછો હોય તો આ સમાજ માટે મોટો ખતરો છે. મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્યા વૃદ્ધિ દરમાં ઘટાડો સમાજ માટે યોગ્ય નથી. સંઘ પ્રમુખે કહ્યું કે 2-3 બાળકો હોવા જોઇએ અને આ જરૂરી છે કારણ કે સમાજે જીવિત રહેવું જોઇએ.

જનસંખ્યામાં ઘટાડાને લઇને મોહન ભાગવતે વ્યક્ત કરી ચિંતા

મોહન ભાગવતે કહ્યું કે, આધુનિક જનસંખ્યા વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઇ સમાજની વસ્તી (પ્રજનન દર) 2.1થી નીચે જાય છે ત્યારે તે સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઇ જાય છે. આ રીતે ઘણી ભાષા અને સમાજનો નાશ થયો છે. જનસંખ્યા 2.1 કરતા નીચે ના જવી જોઇએ. આપણા દેશની જનસંખ્યા નીતિ 1998 અથવા 2002માં નક્કી કરવામાં આવી હતી.તેમાં એમ પણ કહેવામાં આવ્યું કે કોઇ પણ સમાજની જનસંખ્યા 2.1થી નીચે ના જવી જોઇએ.

મોહન ભાગવતે જનસંખ્યા પર કેમ અત્યારે નિવેદન કર્યું

RSSના વડા મોહન ભાગવતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપના નેતા જનસંખ્યાને કંટ્રોલ કરવાની વાત કરી રહ્યાં છે. દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની વાત કરી રહ્યાં છે. બીજી તરફ સંઘ પ્રમુખ ઘટી રહેલા પ્રજનન દર અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. કેટલાક મહિના પહેલા રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય બાલમુકુંદાચાર્યએ જનસંખ્યા નિયંત્રણ બિલ લાવવાની વાત કરી હતી.

આ પણ વાંચો: CM માટે ફડણવીસ સિવાય અન્ય કોઈ સ્વીકાર્ય નથી;  RSSનો ભાજપને સ્પષ્ટ સંદેશ

હવામહલ (જયપુર) બેઠકના ધારાસભ્ય બાલમુકુંદાચાર્યએ કહ્યું હતું કે સંતુલન અને વિકાસ માટે જનસંખ્યા નિયંત્રણ બિલ લાવવું જરૂરી છે. ભાજપના ધારાસભ્યનો ટાર્ગેટ એક ખાસ સમુદાય હતો. બાલમુકંદાચાર્યએ કહ્યું કે જનસંખ્યા વૃદ્ધિ વિકાસની ગતિમાં અવરોધક છે. એક ખાસ સમુદાય પર નિશાન સાધતા ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે ચાર પત્ની અને 36 બાળકોને મંજૂરી ના આપી શકાય.

ભારતમાં પ્રજનન દર 2.1 કરતા નીચે

આઝાદી બાદ 1950માં ભારતમાં પ્રજનન દર (પ્રતિ મહિલા જન્મદર) 6.2 હતો જે ઘટીને 2.0 ટકા પર પહોંચી ગયો છે. જો આવું જ થતું રહ્યું તો 2050 સુધી ભારતમાં પ્રજનન દર 1.3 રહી જશે.

આ સમાચાર શેર કરો