મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોદી સરકારની ગીફ્ટ, 1866 કરોડનું બોનસ મંજૂર

સરકારે રેલવે કર્મચારીઓ માટે મોદી સરકારે દિવાળી પહેલા મોટી ગીફ્ટ આપી છે. પ્રધાનમંત્ર

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોદી સરકારની ગીફ્ટ, 1866 કરોડનું બોનસ મંજૂર

 
સરકારે રેલવે કર્મચારીઓ માટે મોદી સરકારે દિવાળી પહેલા મોટી ગીફ્ટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ કેન્દ્ર સરકારે ₹1,865.68 કરોડ  રૂપિયાના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ(PLB) ને મંજૂરી આપી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 78 દિવસના પગાર જેટલું આ બોનસ દેશભરના 11 લાખથી વધુ રેલવે કર્મચારીઓને મળશે. 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજે મળેલી મોદી કેબિનેટમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાય છે. રેલવે કર્મચારીઓ માટે આ વર્ષનું બોનસ કર્મચારીઓની મહેનત અને ઉત્પાદકતાના આધારે આપવામાં આવશે. આનાથી કર્મચારીઓને રોકડ લાભ મળશે. જે દિવાળીના તહેવારો દરમિયાન તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. ગયા વર્ષે ૩ ઓક્ટોબરના રોજ  કેન્દ્રીય મંત્રીમંડળે 11.72 લાખથી વધુ રેલ્વે કર્મચારીઓને ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસની ચુકવણીને મંજૂરી આપી હતી.

આ સમાચાર શેર કરો