મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી ચાય બનાયેંગે, મૈં કુલ્હડ બનાઉંગા, સંસદ જાઉંગા…. : જુઓ ઉમેદવારનો અનોખો Video

ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છ

મોદી ચાય બનાયેંગે, મૈં કુલ્હડ બનાઉંગા, સંસદ જાઉંગા…. : જુઓ ઉમેદવારનો અનોખો Video

ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં બાઈક ચોરી અંગે સુનાવણી ન થતાં દુઃખી થયેલા કલ્લન કુમ્હારે સાંસદ બનવાનું નક્કી કર્યું છે. કલ્લન કુમ્હાર શુક્રવારે ફતેહપુર સીકરી લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ખરીદવા પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ખરીદ્યા હતા. કલ્લન સિંહ ફતેહપુર સીકરી વિસ્તારના અંડરડા ગામમાં રહે છે. તે ઘણા વર્ષોથી માટીકામ કરે છે. લગભગ 64 વર્ષના કલ્લને અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ખરીદ્યા છે.

આ પણ વાંચો : મંચ પર જ ધ્રૂસકે ધ્રૂસકે કેમ રડી પડ્યા આ પૂર્વ સાંસદ, સમર્થકે લૂછ્યા આંસુ, જુઓ VIDEO

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે તેઓ કેમ ચૂંટણી લડી રહ્યા છે. ખુબજ રમૂજી અંદાજમાં તેમણે કારણ જણાવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, મોદી ચા બનાવશે, હું કુલ્લ્ડ બનાવીશ, હું સંસદમાં જઈશ અને મોદીને ટક્કર આપીશ. મારી બાઇક ચોરાઈ ગઈ, પોલીસે મારી વાત ન સાંભળી. શોકસભામાં સાંસદો મળ્યા ત્યારે મારા ‘રામ-રામ’ પણ નહોતા લીધા. બધા બહુ અહંકારી બની ગયા છે. હવે હું ચૂંટણી લડીશ અને સાંસદ બનીને પાઠ ભણાવીશ.

આ આગ્રાની ફતેહપુર સીકરી લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કરનાર કલ્લન કુમ્હારનું કહેવું છે કે, સાંસદ બન્યા બાદ યોગી-મોદી સાથે વાત કરીશ. હું તેમને તેમના મંત્રીઓ અને સાંસદોના હાલ જણાવીશ. હું પોલીસકર્મીઓના ખરાબ વ્યવહાર વિશે જણાવીશ.

કલ્લન કુમ્હારે ફતેહપુર સીકરીમાંથી ફોર્મ ખરીદ્યું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફતેહપુર સીકરીના રહેવાસી કલ્લન કુમ્હારે નામાંકન પત્ર ખરીદ્યું છે. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગે છે. તેમણે ભાજપના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને પોલીસકર્મીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સાંસદ બનીને તેઓ ભાજપ, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને પાઠ ભણાવશે.

ચૂંટણી જીત્યા બાદ તે બંનેને મળશે. તેમની પોલીસ અને વહીવટીતંત્ર ગરીબોની વાત સાંભળતી નથી. સાંસદ પાસે જાઓ તો પણ પૈસા આપ્યા વગર કોઈ કામ થતું નથી. આ માટે તેમણે સાંસદ બનવું પડશે, તો જ તે બંનેને મળવાનું શક્ય બનશે. અમારા જેવા ગરીબ અને સામાન્ય લોકો તેમને મળવાનું વિચારી પણ શકતા નથી.

બાઇક ચોરી પર કોઈ ફરિયાદ નથી લેવાઈ

કલ્લન કુમ્હાર કહે છે કે તે તેના સંબંધીની ખબર લેવા માટે હોસ્પિટલ ગયા હતા. ત્યારે હોસ્પિટલની બહારથી બાઇક ચોરાયું હતું. જ્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનના અધિકારીએ તેમને ઠંડુ પીણું પીવડાવીને રવાના કર્યા. તેમણે કહ્યું કે બાઇક ઘણા વર્ષો ચલાવી હશે અને જૂની થઈ ગઈ હશે. હવે કંઈક નવું ખરીદો, તમારો શોખ પૂરો કરો. આજદિન સુધી તેમની બાઇકની ચોરીની કોઇ ફરિયાદ નોંધાઇ નથી.

માલપુરા ગામે એક શોકસભા હતી. ફતેહપુર સીકરીના સાંસદ રાજ કુમાર ચાહર ત્યાં આવ્યા, એમને જોઈને રામ-રામની બૂમો પાડી, પરંતુ તેમણે ‘રામ-રામ’ ના લીધા. સાંભળીને પણ અવગણના કરી.

આ સમાચાર શેર કરો