મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમિત શાહ ફરી બન્યા દેશના ગૃહમંત્રી, જાણો ગુજરાતમાંથી મંત્રી બનેલા પાટીલ સહિત અન્ય 5ને કયા મંત્રાલય મળ્યાં

Modi 3.0 Cabinet : ગઈકાલે 10 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાનપદ

અમિત શાહ ફરી બન્યા દેશના ગૃહમંત્રી, જાણો ગુજરાતમાંથી મંત્રી બનેલા પાટીલ સહિત અન્ય 5ને કયા મંત્રાલય મળ્યાં

Modi 3.0 Cabinet : ગઈકાલે 10 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાનપદના શપથ લીધા. તેમની સાથે 30 કેબિનેટ મંત્રી, 30 રાજ્યકક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર હવાલા મંત્રાલયના મંત્એ શપથ લીધા છે. મોદી 3.0 કેબિનેટમાં સમાવિષ્ટ કુલ 30 કેબિનેટ મંત્રીઓમાંથી 25 ભાજપના છે અને 5 મંત્રી પદ સાથી પક્ષોને આપવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી 2 રાજ્યસભા, 4 લોકસભા સાંસદોને મંત્રી બનાવાયા

મોદી 3.0 કેબિનેટમાં ગુજરાતના 6 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે -  અમિત શાહ,  મનસુખ માંડવિયા, એસ.જયશંકર, સી.આર. પાટીલ, જેપી નડ્ડા અને નિમુબેન બાંભણિયા. આમાંથી અમિત શાહ,  મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ અને નિમુબેન બાંભણિયા લોકસભામાંથી ચૂંટાઈને સાંસદ બન્યા છે, જયારે એસ.જયશંકર અને જેપી નડ્ડા પહેલેથી જ રાજ્યસભાના સાંસદ છે.

ગુજરાતના 6 સાંસદોને મળેલા મંત્રાલય

અમિત શાહ - ગૃહ મંત્રાલય, કેબિનેટ મંત્રી

એસ.જયશંકર - વિદેશ મંત્રાલય, કેબિનેટ મંત્રી 

જે.પી. નડ્ડા - આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેબિનેટ મંત્રી

સી.આર. પાટીલ - જળ શક્તિ મંત્રાલય, કેબિનેટ મંત્રી

મનસુખ માંડવિયા - શ્રમ,  યુવા અને રમતગમત મંત્રાલય, કેબિનેટ મંત્રી

નિમુબેન બાંભણિયા -  ગ્રાહક બાબતો, જાહેર વિતરણ મંત્રાલય, રાજ્યકક્ષા મંત્રી 

આ સમાચાર શેર કરો