Video: જબલપુરમાં મોક ડ્રિલ

સોર્સ: gstv

જબલપુર ડેવલપમેન્ટ ઓથોરિટી બિલ્ડિંગ ખાતે સિવિલ ડિફેન્સ ટીમે હવાઈ હુમલાનું જીવંત રિહર્સલ કર્યું. સાયરન વાગતા જ સુરક્ષા દળો અને બચાવ ટુકડીઓએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. આ દરમિયાન ઇમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા, પ્રાથમિક સારવાર આપવા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીનું સફળ પ્રદર્શન કરાયું. કટોકટીના સમયે વહીવટી તંત્રની સતર્કતા અને તૈયારીઓ ચકાસવા માટે આ મહત્વપૂર્ણ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત