Video: વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર અને ટ્રાફિક જામ

સોર્સ: gstv

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં 28 દિવસના લાંબા વિરામ બાદ મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના પ્રભાવથી હાઈટેક સિટી, માધાપુર, જ્યુબિલી હિલ્સ, બંજારા હિલ્સ, કુકટપલ્લી અને હાફીઝપેટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ત્રણ કલાક સુધી ચાલેલા આ અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. હવામાન વિભાગે તેલંગાણાના અન્ય પાંચ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આગામી દિવસોમાં હૈદરાબાદમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત