મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

69 હજાર શિક્ષકોની ભરતીનું મેરિટ લિસ્ટ હાઈકોર્ટે કર્યું રદ, નવી યાદી બનાવવાનો આદેશ

અલ્હાબાદ હાઈકોર્ટની ડબલ બેંચે 69 હજાર શિક્ષકોની ભરતીમાં મોટો નિર્ણય સંભળાવતા સમ

69 હજાર શિક્ષકોની ભરતીનું મેરિટ લિસ્ટ હાઈકોર્ટે કર્યું રદ, નવી યાદી બનાવવાનો આદેશ

અલ્હાબાદ હાઈકોર્ટની ડબલ બેંચે 69 હજાર શિક્ષકોની ભરતીમાં મોટો નિર્ણય સંભળાવતા સમગ્ર મેરિટ લિસ્ટને રદ્દ કરી દીધું છે. આ કેસમાં કોર્ટે સરકારને ત્રણ મહિનામાં નવી મેરિટ લિસ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે જેમાં અનામતના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ભરતી પ્રક્રિયા દરમિયાન 19 હજાર પદો પર અનામતના નિયમોનું પાલન ન થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ઓબીસી કેટેગરીને 27 ટકાને બદલે માત્ર 3.86 ટકા અનામત આપવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના ઉમેદવારોને 21 ટકાને બદલે 16.2 ટકા અનામત આપવામાં આવી હતી. જો કે, સરકારે કહ્યું હતું કે ભરતી નિયમો મુજબ થશે. હવે કોર્ટે નવી યાદી જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો