Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mastermind of Rs 6,000 crore drugs scam brought from Dubai to India: Virendrasinh Baisoya's arrest exposes international syndicate

દુબઈથી ભારત લવાયો 6,000 કરોડના ડ્રગ્સ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ: વિરેન્દ્રસિંહ બૈસોયાની ધરપકડથી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
દુબઈથી ભારત લવાયો 6,000 કરોડના ડ્રગ્સ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ: વિરેન્દ્રસિંહ બૈસોયાની ધરપકડથી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ
સોર્સ : gstv

દુબઈથી ભારત લાવવામાં આવેલો વિરેન્દ્રસિંહ બૈસોયા ડ્રગ્સની તસ્કરી કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો કથિત મુખ્ય સૂત્રધાર છે. તેની ધરપકડ ભારત માટે એક ખૂબ મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે તેના તાર આશરે ₹6000 કરોડના ડ્રગ્સ કૌભાંડ સાથે જોડાયેલા છે. NCBના જણાવ્યા અનુસાર, બૈસોયા પર મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો વિદેશ મોકલવાનો આરોપ છે. તેની સામે પહેલાથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી અને ભારત સરકારના પ્રયાસો બાદ તેને દુબઈથી ડિપોર્ટ કરીને એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 4310 દ્વારા ભારત લાવવામાં આવ્યો છે.

App Store

970 કિલો મેફેડ્રોન જપ્ત અને લંડન મોકલવાનું ષડયંત્ર

તપાસ એજન્સીઓ મુજબ, આ ગેરકાયદેસર ડ્રગ્સ તસ્કરી કેસમાં પૂણે પોલીસે 21 ફેબ્રુઆરી, 2024ના રોજ દિલ્હીમાં કાર્યવાહી કરીને દિવેશ ભૂતાની અને સદીપકુમાર બૈસોયાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આશરે 970 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. આ કરોડો રૂપિયાનો જથ્થો 'ડેલ્ટા લોજિસ્ટિક્સ' કંપની દ્વારા લંડન મોકલવાની તૈયારી ચાલી રહી હતી. આરોપીઓ વિરેન્દ્રસિંહ બૈસોયાના ઇશારે જ આ સમગ્ર નેટવર્ક ઓપરેટ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

લોજિસ્ટિક્સ કંપનીની સંડોવણી અને કિંગપિનની ધરપકડ

આ મામલે ડેલ્ટા લોજિસ્ટિક્સના માલિક સંદીપ યાદવ અને મેનેજર દેવેન્દ્ર યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક ભારતમાંથી વિદેશમાં મેફેડ્રોનનો મોટો જથ્થો સપ્લાય કરવા માટે કન્સાઇનમેન્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરતું હતું. NCBની રેડ કોર્નર નોટિસ બાદ બૈસોયાની દુબઈમાં અટકાયત કરાઈ હતી અને હવે ભારત લવાયા બાદ તપાસ એજન્સીઓ આ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અંગે તેની કડક પૂછપરછ કરશે.

પાકિસ્તાન ભાગી ગયેલા સંદીપ ધુનિયા સાથે કનેક્શન

વિરેન્દ્ર બૈસોયાનું નામ દિલ્હી પોલીસના આશરે ₹13,000 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સંદીપ ધુનિયા સાથે પણ જોડાયેલું છે. બૈસોયા તેનો અત્યંત નજીકનો સાથી માનવામાં આવે છે. સંદીપ ધુનિયા દુબઈથી પાકિસ્તાન ભાગી જવામાં સફળ રહ્યો હતો, જેથી બૈસોયાની ધરપકડથી વિદેશમાં ફેલાયેલા આ કાળો કારોબારના નેટવર્કને સમજવામાં મોટી મદદ મળશે.

પુત્ર ઋષભ સામે પણ રેડ કોર્નર નોટિસ

વિરેન્દ્ર બૈસોયાનો પુત્ર ઋષભ પણ એજન્સીઓના રડાર પર છે અને તેના વિરુદ્ધ પણ રેડ કોર્નર નોટિસ જાહેર થયેલી છે, જે હાલ વિદેશમાં હોવાનું મનાય છે. આ કેસમાં માત્ર 970 કિલો ડ્રગ્સનો જથ્થો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ નેટવર્ક અને સપ્લાય ચેઇન તોડવી એજન્સીઓ માટે મુખ્ય લક્ષ્ય છે. દુબઈથી બૈસોયાનું ભારત આવવું એ ડ્રગ્સ સામેની લડાઈમાં ભારત માટે એક બહુ મોટી સફળતા માનવામાં આવે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News