VIDEO: અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: દુબઈથી આવેલી મહિલા પાસેથી 36 લાખનું સોનું જપ્ત
અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પ્રવાસીના શરીરમા

અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પ્રવાસીના શરીરમાં પેસ્ટ ફોર્મમાં છુપાવેલું સોનું જપ્ત કર્યુ છે.. ડીઆરઆઈ પાસેથી મળેલી બાતમીના આધારે દુબઈથી આવેલી એક મહિલા પ્રવાસીની સઘન તપાસ કરતા તેના શરીરમાંથી પેસ્ટ ફોર્મમાં છુપાવેલું આશરે 244.16 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેની કુલ કિંમત અંદાજે 36 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે,




