VIDEO: અમદાવાદ કોટ વિસ્તારમાં ભયજનક મકાનો મુદ્દે તંત્ર સક્રિય, દરિયાપુર દુર્ઘટનામાં એકનું મોત
અમદાવાદના કોટ વિસ્તારમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભયજનક મકા

અમદાવાદના કોટ વિસ્તારમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભયજનક મકાનોનો પ્રશ્ન ગંભીર બન્યો છે, જ્યાં મકાનો જર્જરિત હોવાના કુલ 77 કોલ કંટ્રોલ રૂમને મળ્યા હતા. આ સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને પાંચ જોખમી મકાનો ધરાશાયી કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 37 મકાનોના જોખમી ભાગો ઉતારી લઈ બાકીના મકાનોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત અગાઉ 633 જર્જરિત મકાનોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. દરમિયાન, દરિયાપુરમાં બનેલી દુર્ઘટના અંગે ખુલાસો થયો છે કે અગાઉથી ખાલી રહેલું જે મકાન ધરાશાયી થયું હતું, તેમાં ગઈકાલે કોઈની જાણ વગર એક વ્યક્તિ પ્રવેશ્યા હતા અને દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું હતું.




