મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી છે.

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી છે.. અમદાવાદ શહેરમાં જુલાઈમાં સાદા મેલેરિયાના 24 સાથે ચાલુ વર્ષમાં કુલ 149 કેસ નોંધાયા છે..,  ડેન્ગ્યુના જુલાઈમાં 38 કેસ સાથે કુલ 197 કેસ નોંધાયા છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં જુલાઈમાં ઝાડા-ઉલ્ટીના 345, કમળાના 65 અને ટાઈફોઈડના 235  કેસ સામે આવ્યા છે. રોગચાળો અટકાવવા તંત્ર રોજના 400 લેખે કુલ 6,741 પાણીના સેમ્પલ લીધા છે, જેમાંથી જુલાઈમાં 40 સેમ્પલ ફેલ ગયા છે અને 30માં ક્લોરિન નીલ મળ્યું છે. મચ્છરજન્ય રોગચાળાને નાથવા કન્સ્ટ્રકશન સાઇટ્સ અને સ્લમ વિસ્તારોમાં પાણી ન ભરાય તેની વિશેષ કાળજી રાખી સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો