Video: ઈપીએફઓના SWP હેઠળ મળતી રકમ કરમુક્ત કરાવવા શ્રમ મંત્રાલયની તૈયારી, નાણા મંત્રાલય સાથે થશે ચર્ચા

સોર્સ: gstv

ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે સબ્સ્ક્રાઈબર્સ માટે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન એટલે કે એસડબલ્યુપીના વિકલ્પને મંજૂરી આપી છે, જે હેઠળ સબ્સ્ક્રાઈબર્સ માસિક, ત્રિમાસિક કે અર્ધવાર્ષિક ધોરણે રકમ ઉપાડી શકશે અને બાકીની રકમ પર વ્યાજ મળતું રહેશે. જોકે આ રકમ પર ટેક્સ લાગશે કે નહીં તે અંગે અવઢવ છે. રિપોર્ટ મુજબ, શ્રમ મંત્રાલય ઈન્કમ ટેક્સ એક્ટ, 2025માં સુધારા દ્વારા એસડબલ્યુપીની રકમ અને નિવૃત્તિ બાદના યોગદાન પર મળતા વ્યાજને કરમુક્ત કરાવવા નાણા મંત્રાલય સાથે વાત કરશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ઈપીએફની એકસાથે ઉપાડેલી રકમ સામાન્ય રીતે કરમુક્ત રહે છે, ત્યારે એસડબલ્યુપી હેઠળ મળતી રકમ માટે પણ આવી જ છૂટ મેળવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત