Video: રાજસ્થાનના કોટામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને એક્વેટિક સેન્ટરનું ભૂમિપૂજન

સોર્સ: gstv

રાજસ્થાનના કોટામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અને વિશ્વસ્તરીય એક્વેટિક સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બંને મહત્વપૂર્ણ રમતગમત પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ઓમ બિરલાએ જણાવ્યું કે કોટામાં ક્રિકેટ, ફૂટબોલ, સ્વિમિંગ અને અન્ય રમતો માટે આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. શહેરની સાથે દૂરના ગામડાંઓમાં પણ સિન્થેટિક ટ્રેક અને ઇન્ડોર સ્ટેડિયમ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તેમનો ઉદ્દેશ્ય દરેક બાળકને રમતગમતના મેદાન સુધી પહોંચાડવાનો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત