Video: ઇસરો દ્વારા શ્રીહરિકોટામાં પીએસએલવીના ત્રીજા તબક્કા નું ગ્રાઉન્ડ સ્ટેટિક પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ, ડિઝાઇનમાં કરાયા મહત્વપૂર્ણ સુધારા કરાયા

અગાઉ પીએસએલવી-સી૬૧ અને પીએસએલવી-સી૬૨ મિશન દરમિયાન સર્જાયેલી ટેકનિકી ખામી બાદ ઇસરોએ PS3 તબક્કાની ડિઝાઇન, કાચા માલની સ્વીકૃતિ અને એસેમ્બલી પ્રક્રિયાઓની વ્યાપક સમીક્ષા કરી હતી. નોઝલ રૂપરેખાંકનમાં જરૂરી સુધારા કરીને ડિઝાઇન માર્જિનને મજબૂત બનાવવામાં આવ્યા છે તથા સીલિંગ સિસ્ટમમાં રિડન્ડન્સી ઉમેરવામાં આવી છે. પરીક્ષણ ડેટાના વિગતવાર વિશ્લેષણના આધારે હવે વધુ પરીક્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ઇસરોની આગામી અવકાશ યાત્રાઓ માટે ખૂબ જ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
જાહેરાત







