Video: 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ કપાયા, સીએમ યોગી આદિત્યનાથનો અખિલેશ યાદવને પડકાર

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશમાં SIR એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયાને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે રાજ્યમાં 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી બહાર થઈ ગયાં છે, જ્યારે મુસ્લિમ મતદારોની સંખ્યામાં 1.65 ટકાનો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે ભાજપે ચૂંટણી પંચ સમક્ષ મતદાર હોવાના પુરાવા ધરાવતા પરંતુ યાદીમાં નામ ન ધરાવતા લોકોનાં નામ ઉમેરવાની માંગ કરી છે. યોગીએ સવાલ ઉઠાવ્યો કે આટલી મોટી સંખ્યામાં હિન્દુ મતદારોનાં નામ યાદીમાંથી કેવી રીતે ગાયબ થયાં અને તેની પાછળ કોણ જવાબદાર છે. 'આજ તક પંચાયત' કાર્યક્રમમાં તેમણે વિપક્ષ પર SIR અંગે ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને SIR પ્રક્રિયા પાછી ખેંચવાની માંગ કરવાનો પડકાર પણ ફેંક્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત