Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistani ordered from Dubai: 3 Indians kidnapped in Thailand and demanded ₹1.20 crore

દુબઈથી પાકિસ્તાનીએ આપ્યો ઓર્ડર: થાઇલેન્ડમાં 3 ભારતીયોને કિડનેપ કરી ₹1.20 કરોડ માગ્યા

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
દુબઈથી પાકિસ્તાનીએ આપ્યો ઓર્ડર: થાઇલેન્ડમાં 3 ભારતીયોને કિડનેપ કરી ₹1.20 કરોડ માગ્યા
સોર્સ : gstv

બેંગકોક: થાઇલેન્ડમાં એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે, જ્યાં 5 ભારતીય નાગરિકોએ (Indian Nationals) જ પોતાના દેશના 3 પ્રવાસીઓનું અપહરણ (Kidnapping) કરી લીધું હતું. આ સમગ્ર કાવતરું દુબઈમાં બેઠેલા એક પાકિસ્તાની નાગરિકના ઇશારે ઘડવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ ત્રણેય પીડિતોના પરિવારજનો પાસેથી કરોડો રૂપિયાની માંગણી હતી. જોકે, થાઇલેન્ડ પોલીસ (Thailand Police) અને ભારતીય દૂતાવાસના (Indian Embassy) સમયસરના સંકલનને કારણે ત્રણેય યુવાનોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

App Store

દુબઈથી ઓપરેટ થતું હતું નેટવર્ક

અહેવાલો મુજબ, અટકાયત કરવામાં આવેલા 5 શંકાસ્પદ આરોપીઓની ઓળખ અવતાર સિંહ (38), જગજીત સિંહ (38), રામબાલક કુમાર (24), સુખબીર સિંહ (37) અને કુલરા સિંહ (27) તરીકે થઈ છે.

તપાસ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ પાછલા એક મહિનાથી એક સોશિયલ ચેટ એપ્લિકેશન (Chat Application) દ્વારા દુબઈમાં રહેતા એક પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા. આ પાકિસ્તાની નાગરિકે જ તેમને આ ત્રણેય ભારતીય ટુરિસ્ટ્સને કિડનેપ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ક્રિપ્ટોકરન્સીમાં માગી હતી ફિરૌતી

અપહરણકર્તાઓએ અપહૃત ત્રણેય ભારતીયો—મોહિત (23), આશિષ (24) અને હિમાંશુ (20)—ના પરિવારો પાસે પ્રતિ વ્યક્તિ રૂ. 40 લાખ (કુલ રૂ. 1.20 કરોડ) ની ફિરૌતી માગી હતી. આ રકમ કોઈ બેંક એકાઉન્ટમાં નહીં પરંતુ ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સ્વરૂપે મેળવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કાયદાકીય એજન્સીઓ પૈસાનું ટ્રેકિંગ (Tracking) ન કરી શકે.

પાકિસ્તાની માસ્ટરમાઇન્ડે કિડનેપર્સને આ કામ પૂરું કરવા બદલ કિંમતી સામાન, રોકડ રકમ (Cash) અને થાઇલેન્ડ છોડીને ભાગવા માટે એર ટિકિટ્સ (Plane Tickets) આપવાની લાલચ આપી હતી.

પોલીસે આ રીતે પાર પાડ્યું રેસ્ક્યૂ ઓપરેશન

આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતોના પરિવારોએ તાત્કાલિક થાઇલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો. દૂતાવાસે 21 જુલાઈના રોજ ચોનબુરી ઇમિગ્રેશન પોલીસ (Chonburi Immigration Police) અને પટ્ટાયા સિટી પોલીસને (Pattaya City Police) ઘટનાની જાણ કરી.

પોલીસે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ (Intelligence Inputs) અને સીસીટીવી કેમેરા (CCTV Cameras) ની ફૂટેજ ફંગોળીને પટ્ટાયામાં આવેલી એક બે માળની બિલ્ડિંગ પર દરોડો પાડ્યો હતો અને ત્રણેય ભારતીય યુવાનોને સહી સલામત છોડાવ્યા હતા.

એરપોર્ટ ભાગી જવાની ફિરાકમાં હતા આરોપીઓ

બીજી તરફ, અપહરણ કરનારા તમામ 5 ભારતીય આરોપીઓ થાઇલેન્ડથી વિદેશ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ 'બેંગકોક પોસ્ટ'ના અહેવાલ મુજબ, ક્લોંગ તાન (Klong Tan) ની એક હોટેલમાંથી બેંગકોક પોલીસે તમામ 5 કૌભાંડીઓની ધરપકડ કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ થાઇલેન્ડમાંથી એનઆઈએ (NIA) નો વોન્ટેડ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતો ગેંગસ્ટર સાહિલ ચૌહાણ ઝડપાયો હતો, જેને બાદમાં ભારત ડિપોર્ટ (Deport) કરવામાં આવ્યો હતો.