Video: પશ્ચિમ બંગાળમાં SIR નો પ્રચંડ વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરોનું પ્રદર્શન
ચૂંટણી પંચે બિહાર બાદ દેશના 12 રાજ્યોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે

ચૂંટણી પંચે બિહાર બાદ દેશના 12 રાજ્યોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદીમાં વિશેષ સુધારણા પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ત્યારે બંગાળમાં SIR મામલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત ટીએમસીના હજારો કાર્યકરોએ કોલકાતામાં પગપાળા માર્ચ યોજી હતી અને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીએમસીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર એસઆઈઆર દ્વારા ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.
CM મમતાના કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર
મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘તમે આધાર કાર્ડ માટે કેટલી ચૂકવણી કરી? તમે (કેન્દ્રે) દરેક વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા લીધા. જો તમે આધાર કાર્ડ બનાવવા માટે જનતા પાસેથી 1000 રૂપિયા લઈ રહ્યા છો, તો પછી તમે એવું શા માટે બોલો છો કે, મતદાર યાદી અને રેશન કાર્ડ માટે આધાર કાર્ડ નહીં. તમે કોને છેતરી રહ્યા છો? વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા TMCના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમાની કરી સામાન્ય લોકો પર શરતો થોપી રહ્યા છે.




