Video: કર્ણાટકના ચિક્કોડીમાં ભીષણ આગ: ૨૮ એકરમાં ઊભો શેરડીનો પાક બળીને ખાખ, ખેડૂતોને ₹૧ કરોડનું નુકસાન

કર્ણાટકના ચિક્કોડી તાલુકાના નદી ઇંગલગાંવ ગામમાં શેરડીના ખેતરોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વિકરાળ આગની લપેટમાં આવી જવાથી અંદાજે ૨૮ એકર જમીનમાં ઊભો રહેલો શેરડીનો તૈયાર પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ, આગની આ દુર્ઘટનામાં ખેડૂતોને અંદાજે ૧ કરોડ રૂપિયા જેટલું મસમોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જાહેરાત















