બિહારમાં આગ લાગતા 50 મકાનો બળીને ખાખ, પાંચ માસૂમ જીવતા સળગ્યા; 15 બાળકો ગુમ
બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દલિત વિસ્તારમાં 50 મકાનોમાં ભયાનક આગ લાગી છે. રામપુરમ ગામમા

બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દલિત વિસ્તારમાં 50 મકાનોમાં ભયાનક આગ લાગી છે. રામપુરમ ગામમાં લાગેલી આગમાં પાંચ માસૂમ બાળકોના મોત અને 15 બાળકો ગુમ થયા છે. ભીષણ આગની ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્યું છે. બાળકોના મોતના કારણે ગામ ગમગીનીમાં છવાઈ ગયું છે.
એક જ પરિવારના ત્રણ બાળકોના મોત
મળતા અહેવાલો મુજબ, આગ પહેલા એક મકાનમાં લાગી, ત્યારબાદ આસપાસના અનેક મકાનમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું, જોકે આગ વિકરાળ હોવાથી કંઈપણ કરી શકવું અશક્ય હતું.
આગમાં 4 બાળકો સહિત 5 લોકો જીવતા સળગી જતાં મોત
બિહારના મુઝફ્ફરપુરમાં લાગેલી આગમાં 4 બાળકો સહિત 5 લોકો જીવતા સળગી જતાં મોત થયું છે. રાજુ પાસવાન નામના વ્યક્તિના 3 બાળકો સળગી જતાં મોત થયું છે.
સ્થાનિક શિવ પ્રસાદ પાસવાને જણાવ્યું કે, ઘટના સમયે ગામના મોટાભાગના લોકો ખેતરમાં ઘઉં કાપવા- કામ કરવા ગયા હતા. ત્યાં અચાનક જ વીજળીનો વાયર તૂટીને ઘર પર પડતા આગ લાગી હતી. આગ લાગતાં જ લોકો દોડીને આવ્યા ત્યાં સુધીમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ અસર થઈ નહીં.
સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોટી આગ લાગી
"લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા. આ સમય દરમિયાન ઘરમાં રહેલા સિલિન્ડર પણ બ્લાસ્ટ થવા લાગ્યા. એક પછી એક એમ પાંચ સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. આ આગની ઘટનામાં ચાર બાળકોના મોત થયા છે. શરૂઆતમાં બે નાના ફાયર ફાઈટર આવ્યા જેમાં એકની નોઝલ ખરાબ થઈ ગઈ હતી.
ફાયરબ્રિગેડની બે ગાડીઓ પહોંચી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના બે વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ તંત્ર સહિતની ટીમ દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
તપાસના આદેશ અપાયા
આગ કયા કારણોસર લાગી, તે હજુ જાણી શકાયું નથી. જોકે શોર્ટ સર્કિટ અથવા ચુલાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્રએ તપાસના આદેશ આપી દીધા છે અને પીડિત પરિવારજનોને તાત્કાલીક રાહત આપવાની વાત કરાઈ છે.








