Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive fire breaks out at chemical factory in Ghaziabad

VIDEO : ગાઝિયાબાદની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

ગાઝિયાબાદ માં આજે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર ઓફિસર રાહુલ કુમારે જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી પરંતુ ફેક્ટરીમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. આસપાસની અન્ય ફેક્ટરીઓમાં આગ ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગ દ્વારા કુલ નુકસાન અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:gstvnewsghaziabadFIRE