Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A massive fire broke out at a Jain Zari factory in the industrial area of ​​Ghaziabad, Uttar Pradesh, in the early hours of this morning.

VIDEO: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ઔદ્યોગિક વિસ્તારમાં જૈન ઝરી ફેક્ટરીમાં વહેલી સવારે આશરે ભીષણ આગ...

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૈન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વૈશાલી અને સાહિબાબાદ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જૈન ઝરી નામની દોરા બનાવવાની ફેક્ટરીમાં આજે વહેલી સવારે આશરે ભીષણ આગ ફાટી નીકળી હતી.. આ ફેક્ટરીમાં દોરા બનાવવા માટેનો કાચો માલ અને કેમિકલનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.. ઘટનાની ગંભીરતાને જોતાં વૈશાલી, સાહિબાબાદ, કોતવાલી ઘંટાઘર અને નોઈડાથી ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.. ફાયર ફાઈટરોએ દિવાલો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ભારે જહેમત બાદ લગભગ બે કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.. આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી અનેક ફેક્ટરીઓમાં સુરક્ષાના નિયમો નેવે મૂકવામાં આવ્યા છે.. આ ફેક્ટરીમાં કેમિકલ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થો હોવા છતાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા ઉપલબ્ધ નહોતી.. વહેલી સવારનો સમય હોવાથી ફેક્ટરીમાં મજૂરોની સંખ્યા ઓછી હતી, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.. વહીવટીતંત્ર હવે આસપાસની આવી તમામ ફેક્ટરીઓમાં સેફ્ટી ઓડિટ કરાવવાની ગુપ્ત યોજના બનાવી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવી બેદરકારી અટકાવી શકાય. હાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકાના આધારે તપાસ તેજ કરાઈ છે...

App Store

 

ટોપિક્સ:factorygstvgstv news