Video: દિલ્હીમાં કથળતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા વિજ્ઞાન ભવન અને રિંગ રોડ પર કરાયો પાણીનો છંટકાવ

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દિલ્હીના રિંગ રોડ અને વિજ્ઞાન ભવન વિસ્તારમાં હવાની ગુણવત્તા સુધારવા માટે વોટર સ્પ્રિન્કલર દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર ધૂળના રજકણો અને હવામાં ઉડતા પ્રદૂષકોને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા વોટર સ્પ્રિન્કલર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. વિજ્ઞાન ભવન આસપાસથી પ્રદૂષણની જોવા મળતા વોટર સ્પ્રિન્ટરથી પાણીનો છંટકાવ કરાયો હતો..જેથી દિવાળી બાદ સર્જાયેલા ગંભીર પ્રદૂષણ સામે થોડી રાહત મળી શકે..
જાહેરાત







