રાજસ્થાનમાં ડ્રમમાં સડેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળ્યો, પત્ની અને બાળકો ગુમ

રાજસ્થાનના અલવરમાં ભાડાના મકાનના પહેલા માળે ડ્રમમાંથી એક પુરુષનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલી હત્યાની યાદ તાજી થઈ ગઈ છે, જ્યાં એક પુરુષ વાદળી ડ્રમમાં ભરેલો મળી આવ્યો હતો. આ ઘટના તિજારા જિલ્લાના આદર્શ કોલોનીમાં બની હતી.
ઉત્તર પ્રદેશનો રહેવાસી આ વ્યક્તિ ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો
ઘરની માલકિન એક વૃદ્ધ મહિલા છે, તેઓ કોઈ કામ માટે પહેલા માળે ગયા હતા, પરંતુ દુર્ગંધને કારણે તેને પાછા ફરવું પડ્યું. પરત ફરીને ઘરે આવ્યા તરત જ તેમણે પોલીસને ફોન કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશનો રહેવાસી આ વ્યક્તિ ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો અને તેની ઓળખ હંસરાજ તરીકે થઈ છે.. ઘટના બાદથી તેની પત્ની અને ત્રણ બાળકો ગુમ છે. પોલીસ તેમની પમ તપાસ કરી રહી છે. ફોરેન્સિકની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે. તો બીજી તરફ પોલીસ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
પુરુષનો મૃતદેહ ડ્રમમાં કેટલો સમય રહ્યો અને તેની હત્યા પાછળનું કારણ શું હતું તે જાણી શકાયું નથી
પોલીસે કહ્યું કે પુરુષનો મૃતદેહ ડ્રમમાં કેટલો સમય રહ્યો અને તેની હત્યા પાછળનું કારણ શું હતું તે જાણી શકાયું નથી. પોલીસ પીડિતાના પરિવારના સભ્યોનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ વર્ષે માર્ચમાં, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પુરુષની તેની પત્ની અને તેના પ્રેમીએ હત્યા કરી હતી. પુરુષની પત્ની અને તેના પ્રેમીએ મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા અને ડ્રમમાં ભીના સિમેન્ટ નીચે દાટી દીધો હતો. આ ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પુત્રી પડોશીઓને કહેતી રહી કે, "પપ્પા ડ્રમમાં છે."

