Video: વલસાડમાં એસિડ ટેન્કરમાં લીકેજફાયર બ્રિગેડે ટાળી મોટી હોનારત

વલસાડના કુંડી ફાટક પાસે એસિડ ભરેલા એક ટેન્કરમાં અચાનક લીકેજ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જવાનોની સમયસૂચકતાને કારણે હાઇવે પર મોટી હોનારત ટળી હતી. ટેન્કરમાંથી એસિડનું લીકેજ કોઈની બેદરકારીના કારણે થયું કે અકસ્માતે, તે હાલ તપાસનો વિષય બન્યો છે. આ ઘટનાથી થોડો સમય માટે હાઇવે પર ભયનો માહોલ સર્જાયો હતો.





