મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મનમોહન સિંહ : દેશની અર્થવ્યવસ્થાની દશા અને દિશા બદલી નાખનાર રાજનેતા

Manmohan Singh passed away : મનમોહન સિંહને ભારતમાં આર્થિક ઉદારીકર

મનમોહન સિંહ : દેશની અર્થવ્યવસ્થાની દશા અને દિશા બદલી નાખનાર રાજનેતા

Manmohan Singh passed away : મનમોહન સિંહને ભારતમાં આર્થિક ઉદારીકરણ અને આર્થિક સુધારાના પિતા કહેવામાં આવે છે. 1991માં નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતીય અર્થતંત્રના નવા યુગની શરૂઆત કરી હતી. 

2004માં તેઓ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારમાં દેશના 13મા વડાપ્રધાન બન્યા. તેમણે ન માત્ર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો, પરંતુ 2009 થી 2014 સુધી દેશના વડાપ્રધાન પણ રહ્યા હતા. 

આના 13 વર્ષ પહેલા તેઓ કોંગ્રેસના નેતા અને વડાપ્રધાન નરસિમ્હા રાવની સરકારમાં ભારતના નાણામંત્રી બન્યા હતા. મનમોહન સિંહે વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઘણા સાહસિક નિર્ણયો લીધા હતા. તેઓ નાણાપ્રધાન હતા ત્યારે ભારતીય અર્થતંત્રમાં તેમનું યોગદાન મોટું માનવામાં આવે છે. 1991માં તેમણે આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી એટલે કે દાયકાઓથી બંધ પડેલી ભારતીય અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરી હતી. 

તેઓ નાણામંત્રી બન્યા ત્યારે દેશની હાલત ખૂબ જ ખરાબ હતી. દેશે પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે પોતાનું સોનું ગીરવે રાખવું પડ્યું હતું, પરંતુ મનમોહન સિંહે નાણા મંત્રાલયનો હવાલો સંભાળતાની સાથે જ પરિસ્થિતિ બદલાવા લાગી હતી.

તેમણે ટેક્સ ઘટાડ્યો, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું અને વિદેશી વેપારને ભારતમાં આકર્ષ્યો. આ બધાના કારણે અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. તેઓ 1996 સુધી ભારતના નાણામંત્રી રહ્યા હતા. 

એટલું જ નહીં, 2004માં જ્યારે તેઓ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે તત્કાલીન નાણામંત્રી પી.ચિદમ્બરમ સાથે મળીને અર્થવ્યવસ્થાની ગતિને વધુ ઝડપી બનાવી હતી. એ સમયગાળો ભારતીય અર્થતંત્રનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો